મુખ્ય સમાચાર
News of Wednesday, 20th March 2019

લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સંભવિત ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) માટે ઉમેદવારોનું નામ નક્કી કરવા માટે ભાજપ થોડા દિવસોથી મંથન કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 16 માર્ચથી ચાલી રહેલા આ મંથનમાં બિહાર, જમ્મૂ કાશ્મીર, મહારાષ્ટ્ર, તેલંગણા, ઉત્તરાખંડ અને પૂર્વના 7 રાજ્યોની લોકસભા બેઠકોના નામ પર ચર્ચા પૂરી થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ આજે તેમના ઉમેદવારોની સંભવિત પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે યોજાયેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મોટા નામો પર ચર્ચા થઇ છે. તેમાં રવિશંકર પ્રસાદથી લઇે સ્મૃતિ ઇરાની સુધીના નામ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંભવિત નામ પણ નક્કી થઇ ગયા છે. જેમને પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રો એ પણ કહી રહ્યાં છે કે, પટના સાહિબથી આ વખતે ભાજપ શત્રુઘ્ન સિન્હાની જગ્યા રવિશંક પ્રસાદને મેદનામાં ઉતારી શકે છે. ત્યારે બિહારની ભાગલપુર બેઠક જેડીયૂને આપવાનો નિર્ણય પણ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સંભવિત ઉમેદવારો

1. પટના સાહિબથી રવિશંકર પ્રસાદ

2. પૂર્વ ચંપારણ (બિહાર)થી રાધામોહન સિંહ

3. નાગપુર (મહારાષ્ટ્ર)થી નિતિન ગડકરી

4. મુંબઇ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજન

5. મુંબઇ નોર્થ-ઇસ્ટથી કીરીટ સોમૈયા

6. સારણ (બિહાર)થી રાજીવ પ્રતાપ રુડી

7. બક્સર (બિહાર)થી અશ્વિની ચૌબે

8. બેગૂસરાય (બિહાર)થી ગિરિરાજ સિંહ

9. ગાઝીપુર (યુપી)થી મનોજ સિન્હા

10. ચંદૌલી (યુપી)થી મહેન્દ્ર નાથ પાંડેય

11. અમેઠી (યુપી)થી સ્મૃતિ ઇરાની

12. હમીરપુર (હિમાચલ પ્રદેશ)થી અનુરાગ ઠાકુર

13. હઝારીબાગ (ઝારખંડ)થી જયંત સિન્હા

14. ગ્વાલિયર (મધ્ય પ્રદેશ)થી નરેન્દ્ર સિંહ તોમર

15. ચંદ્રપુર (મહારાષ્ટ્ર)થી હંસરાજ આહીર

(8:43 am IST)