મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

ચમોલી દુર્ઘટના : સોનુ સુદ ચાર દીકરીઓને લેશે દત્તક:અભ્યાસથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવશે.

કોરોના કાળમાં હજારો લોકોની મદદ કરનારા સોનૂ હવે ચમોલી દુર્ઘટના પછી પણ એક મોટું કામ કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ એક મોટું પગલું ભરતા ચાર દીકરીઓને દત્તક  લેવાનો નિર્ણય કર્યો છે.ચમોલી દુર્ઘટનામાં  ટિહરી જિલ્લાના આલમસિંહ પુંડીરનું અવસાન થઈ ગયું છે.

જે સમયે આ દૂર્ઘટના ઘટી ત્યારે આલમસિંહ એક ટનલમાં કામ કરી રહ્યા હતા. તે એક ઈલેક્ટ્રિશીયન હતા. તેમના નિધનથી સમગ્ર પરિવાર નિઃસહાય થઈ ગયો છે. આલમસિંહની ચાર દીકરીઓ પણ છે. જે પિતાના અવસાનથી તુટી ગઈ છે. હવે સોનૂ સૂદ તરફથી આ દીકરીઓને એક નવું ભવિષ્ય આપવાની તૈયારી દર્શાવી છે. અભિનેતાની ટીમ જણાવ્યું હતું કે, તે તેમના અભ્યાસથી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉઠાવશે.

આ વિશે સોનૂ સૂદે એક ખાનગી ચેલન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ દરેક નાગરિકની જવાબદારી છે કે તે આ કઠીન સમયમાં આગળ આવીને મદદનો હાથ ફેલાવે. જે પણ લોકોને દુર્ઘટનાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે દરેક લોકોની બનતી તમામ મદદ કરવામાં આવે. અભિનેતા તરફથી ઉઠાવવામાં આવેલા આ પગલાના દેશભરમાં લોકો વખાણ કરી રહ્યા છે. દરેક લોકોને આશા છે કે સોનૂનું આ કામ પીડિત પરિવારના દુઃખને ઓછુ કરનારું સાબિત થશે

આમ તો આ પહેલી વખત નથી કે સોનૂ સૂદ તરફથી આટલું મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જ્યારે બિહાર અને આસામમાં પણ પુરનો પ્રકોપ જોવા મળ્યો હતો. ત્યારે સોનુ સૂદ તરફથી ખુબ જ મદદ કરવામાં આવી હતી. કેટલાકને અભ્યાસ માટે પુસ્તકો આપ્યા તો કેટલાક બેઘરને ઘર બનાવી આપ્યા હતા. માત્ર એટલું જ નહીં કેટલાક રાજ્યોમાં બેરોજગારોને નોકરી આપવા માટે પણ આગળ આવ્યો હતો. સોનુ સૂદે અત્યાર સુધીમાં અનેક લોકોની જિંદગી બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. દવાખાનાથી લઈને અનેક રીતે સોનૂ સૂદ દિવસ રાત લોકોની મદદ કરી રહ્યો છે. આ અભિનેતાના કામને દરેક લોકોએ બિરદાવવું જોઈએ. આ કામથી પ્રભાવિત થઈને લોકોએ પણ લોકોની મદદ માટે આગળ આવવું જોઈએ અને બનતી તમામ મદદ કરવી જોઈએ.

(12:30 am IST)