મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

મોદી સરકારે હવે પાસપોર્ટ સેવાને ડિજિટલ લોકર પ્લેટફોર્મ સાથે જોડી: દસ્તાવેજો સબમિટ થઇ શકશે

પાસપોર્ટ ખોવાઈ જવા અને નવો મેળવવા આ સેવા મદદરૂપ થશે

નવી દિલ્હી : પાસપોર્ટ સેવા અંગે મોદી સરકારે  મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે હવે પાસપોર્ટ બનાવવાનું વધુ સરળ બનાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે હવે પાસપોર્ટ સેવાને ડિજિટલ લોકર પ્લેટફોર્મ સાથે જોડી દીધી છે. પાસપોર્ટ માટે અરજી કરનારાઓ ડિજિલોકર દ્વારા તેમના દસ્તાવેજો સબમિટ કરી શકશે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરનના જણાવ્યા અનુસાર પાસપોર્ટ ખોવાઈ જવા અને નવો મેળવવા આ સેવા મદદરૂપ થશે.

ડિજિટલ લોકર ડિજિલોકર  તરીકે પણ ઓળખાય છે. તે એક પ્રકારનું વર્ચ્યુઅલ લોકર છે, જેમાં તમે તમારા દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક પ્રમાણપત્રો, ડ્રાઈવિંગ લાઈસન્સ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, જીવન વીમા પોલિસી, આરોગ્ય નીતિ અથવા મોટર પોલિસી, પાનકાર્ડ, વોટર ID સહિતના પોલિસી ડોક્યુમેન્ટ્સ ડિજિટલી સ્ટોર કરી શકો છો.

 

ડિજિલોકર એકાઉન્ટ કેવી રીતે બનાવવું

(12:15 am IST)