મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

માણસોમાં પહોંચ્યો બર્ડ ફ્લૂ વાયરસ : રશિયાની પોલ્ટ્રી ફાર્મનાં 7 લોકો સંક્રમિત થતા ખળભળાટ

વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લૂ H5N8 સ્ટ્રેનનું માનવમાં ટ્રાન્સમિશન શોધી કાઢ્યું : આ માહિતી WHOને આપી દેવાઈ

મોસ્કો : કોરોના સંક્રમણ સામે લડી રહેલી દુનિયાની ચિંતા વધી શકે છે, રશિયાએ કહ્યું કે તેના વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લૂ H5N8 સ્ટ્રેનનું માનવમાં થયેલું ટ્રાન્સમિશન શોધી કાઢ્યું છે, આવું સૌપ્રથમ વખત થયું છે કે આ સ્ટ્રેન માણસોમાં પણ જોવા મળ્યો હોય, ત્યાર બાદ WHO ને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.રશિયાનાં અધિકારીઓએ કહ્યું બર્ડ ફ્લૂ (H5N8) નું સંક્રમણ માનવ સુધી પહોચ્યું હોવાની માહિતી WHOને આપી દેવામાં આવી છે.

બર્ડ ફ્લૂનો સૌથી નજીકનો સ્ટ્રેન ખુબ જ સંક્રામક અને પક્ષીઓ માટે તે જીવલેણ છે, પરંતું તે પહેલા ક્યારેય માણસોમાં ફેલાતો ન હતો, રશિયાનાં આરોગ્ય વિભાગનાં વડા અન્ના પોપોવાએ કહ્યું કે તેમના વૈજ્ઞાનિકોએ વેક્ટર લેબમાં એક પોલ્ટ્રી ફાર્મનાં 7 કર્મચારીઓથી સ્ટ્રેનનાં જિનેટિક મૈટિરિયલ આઇસોલેટ કર્યા છે, અહીં ડિસેમ્બરમાં બર્ડ ફ્લૂ ફેલાયો હતો.

તેમણે કહ્યું કે આ કર્મચારીઓનાં આરોગ્યવ પર કોઇ ગંભીર અસર થયેલી જોવા મળી નથી, તેમનામાં હળવા લક્ષણ જોવા મળ્યા હતાં, અને રિકવર થઇ ચુક્યા છે, પોપોવાએ શોધને મહત્વની બતાવતા કહ્યું કે તે એ બતાવશે કે શું વાયરસ મ્યૂટેટ કરી શકે છે, પોપોવાએ કહ્યું આવા સમયમાં આ મ્યૂટેશનની શોધ મહત્વની છે, જ્યારે વાયરસમાં હજુ માનવથી માનવ સંક્રમણની ક્ષમતા આવતી નથી, તેનાથી અમને અને સમગ્ર દુનિયાને સંભવિત મ્યૂટેશન વિરૂધ્ધ તૈયારીનો સમય મળી ગયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ A (H5) વાયરસથી માનવ સંક્રમણ દુર્લભ હોય છે, વર્ષ 2014થી નવેમ્બર 2016 વચ્ચે એવિયન ફ્લૂ H5N6નાં 16 કેસ નોંધાયા હતા, જેમાંથી 6 લોકોનું મોત થયું હતું.

(11:29 pm IST)