મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

કોંગ્રેસનો ખજાનો ખૂટ્યો :રાજ્ય એકમોને ફંડ-ફાળો ઉઘરાવવા તાકીદનો મેસેજ મોકલ્યો

પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ પાર્ટી ફંડમાં યોગદાન આપવા કહેણ

નવી દિલ્હી : 2014 ની ચૂંટણી બાદ ફરી એક વાર કોંગ્રેસના ભવિષ્ય પર સવાલ ખડા થયા છે. કોંગ્રેસને ગંભીર નાણાભીડ નડી રહી હોવાથી તેણે તેના રાજ્ય એકમોને ફંડ-ફાળો ઉઘરાવવાનો તાકીદનો મેસેજ મોકલ્યો છે

તાજેતરમાં એઆઈસીસીની એક બેઠક યોજાઈ હતી અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ પાર્ટીને નાણાભીડમાંથી કેવી રીતે ઉગારવી તે હતો. સૂત્રોના જણાવ્યાનુસાર ગત મહિને કોંગ્રેસના ટોચના મેજનરો મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબના નેતાઓને મળ્યાં હતા.
બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મંત્રીઓ અને ટોચના નેતાઓ તથા પાર્ટીના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં પાર્ટી મેનેજરોએ નેતાઓને પાર્ટી પાસે પૈસા ખૂટી રહ્યાં હોવાનું સ્પસ્ટ જણાવ્યું હતું અને આ સંકટમાંથી ઉગરવા ફંડ-ફાળો ઉઘરાવવાનો પ્રયાસો તેજ કરવાનું જણાવ્યું હતું.

કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓ પણ કોંગ્રેસ માટે ચિંતાનો વિખય બની છે.

2014 માં સત્તામાંથી બેદખલ થયા બાદ કોંગ્રેસને જેટલો જોઈએ તેટલો ફંડ-ફાળો મળી શક્યો નથી અને ત્યાર બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો રકાસ થયો હતો જેને પરિણામે દાતાઓને કોંગ્રેસને દાન આપવાનું જરુરી ન લાગતા કોંગ્રેસનો ખજાનો ખૂટ્યો હતો.

કોંગ્રેસે તેનો ખજાનો ભરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તથા રાજકીય દાતાઓને દાન આપવાની અપીલ કરવાનો પ્લાન બનાવ્યો છે. પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ પાર્ટી ફંડમાં યોગદાન આપવાનું જણાવાઈ રહ્યું છે.

(10:39 pm IST)