મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

ચૂંટણી પંચના આદેશ બાદ પાંચ રાજ્યો તરફ સીએપીએફના જવાનોનું પ્રયાણ

ચૂંટણીના શાંતિપૂર્ણ આયોજનને સુનિશ્ચિત કરવા સીએપીએફની 45 કંપની તમિલનાડુ, 40 અસમ, 10 પુંડુચેરી, 125 પશ્ચિમ બંગાળ અને 30 કેરલમાં તૈનાત કરાશે

નવી દિલ્હી : આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં અસમ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડું અને કેરલ છે. ચૂંટણીપંચના આદેશ બાદ વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ આયોજનને સુનિશ્ચિતકરવા માટે સેંટ્રલ આર્મ્ડપોલીસ ફોર્સ સીએપીએફની કંપનિઓ આ પાંચ રાજ્યોમાં પહોંચી રહી છે. જેમાં સીએપીએફની 45 કંપનીતમિલનાડુ, 40 અસમ, 10 પુંડુચેરી, 125 પશ્ચિમ બંગાળ અને 30 કેરલમાં તૈનાર કરવામાં આવશે.

ચૂંટણીકાર્યમાં જવાબદારી સંભાળનાર અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુકાશ્મીરમાંથી ફોર્સને અહી બોલાવવામાં આવી છે અને તેને સેંસિટીવ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. રેલ્વે સ્ટેશન ઉપર રાજ્યમાં આવી રહેલા સુરક્ષાકર્મીઓનું સ્વાગત કરવામાટે સીઆરપીએફ અને પશ્ચિમ બંગાળ પોલિસના અધિકારી હાજર રહેશે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિની નાજુકાઇ ધ્યાનમાં રાખીને સીએપીએફની 125 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી કેટલાક દિવસોમાં સીઆરપીએફની 60 કંપની, એસએસબીની 30 કંપનીઓ સીઆઈએસએફ અને આઈટીબીપીની પાંચ પાંચ કંપની પશ્ચિમ બંગાળ પહોંચશે. આ ટીમોને ત્યા તૈનાત કરવાનું ઉદેશ એટલું છે કે ચૂંટણી પ્રચાર શરૂ થવા ઉપર કોઇ સમસ્યા આવે નહીં. સંવેદનશીલ વિસ્તારમાં વધુ ફોર્સ તૈનાત કરવામાં આવશે.

(9:55 pm IST)