મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

ટૂલકિટ કેસમાં દિશા રવિની જામીન અરજી પરનો ચુકાદો અદાલતે 23મી માર્ચ સુધી અનામત રાખ્યો તપાસ હજી પ્રાથમિક તબક્કે છે અને દિશા સમેત અન્ય લોકોની પૂછપરછ બાકી

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ટૂલકિટ કેસમાં દિશા રવિની જામીન અરજી પરનો નિર્ણય 23 માર્ચ સુધી અનામત રાખ્યો છે.

સુનાવણી દરમિયાન એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ ફરિયાદી પક્ષ પાસે દિશા રવિ પર લગાવવામાં આવેલા આરોપ અંગેના જરૂરી પુરાવા બાબતે સવાલ કર્યા હતા.

પોલીસ તરફથી એડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુએ અદાલતને કહ્યું કે તપાસ હજી પ્રાથમિક તબક્કે છે અને દિશા સમેત અન્ય લોકોની પૂછપરછ બાકી છે એટલે જામીન ન આપવા જોઈએ.એમણે દિશા પુરાવાનો નાશ કરી શકે છે એવો પોલીસને ભય છે એમ પણ કહ્યું હતું .

દિશા રવિના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે, દિશા એ ખાલિસ્તાન આંદોલનની વાત નથી કરી, હિંસાની પણ વાત નથી કરી. આંદોલનને સમર્થન આપવાની વાત કરવી એ કોઈ સમસ્યા નથી.

એમણે એમ પણ કહ્યુ કે પહેલાંથી જ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને હજી પોલીસ દિશા પાસે વધારે ડિવાઇસ હોઈ શકે છે એમ કહે છે એ ચોંકાવનારી વાત છે.

એમણે એમ પણ કહ્યું કે જો બે લોકો ધરપકડ વગર તપાસમાં સહકાર આપી શકે છે તો દિશા પણ આપી શકે છે. દિશા તપાસ દરમિયાન દિલ્હીમાં રહેશે અને તપાસને સહયોગ આપશે.

અગ્રવાલે કહ્યું કે, "જે ટૂલકિટની પોલીસ વાત કરે છે એમાં ન તો હિંસાની કોઈ વાત છે, ન તો ઝંડો લહેરાવવાની. ટૂલકિટમાં માર્ચ કરવાની વાત છે તેને તો દિલ્હી પોલીસે જ પરવાનગી આપી હતી. ન તો દિશા કોઈ આયોજનમાં સામેલ હતાં કે ન તો રેલીમાં. આવામાં જે થયું એના માટે દિશાને જવાબદાર ન ઠેરવી શકાય.

(6:52 pm IST)