મુખ્ય સમાચાર
News of Saturday, 20th February 2021

યુવતીના ' નિતંબ ' ને શરીરનો ગુપ્ત ભાગ ગણી શકાય નહીં તેવી ગૂગલની વ્યાખ્યા અમાન્ય કરતી મુંબઈ કોર્ટ : પ્રાઇવેટ પાર્ટની વ્યાખ્યા જે તે દેશના સમાજને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ : 10 વર્ષની સગીરાના નિતંબ દબાવનાર આરોપીને પોક્સો એક્ટ હેઠળ 5 વર્ષની સખ્ત કેદ ફરમાવાઈ

મુંબઈ : બ્રેડ લેવા માટે ગયેલી 10 વર્ષની બાલિકાની મશ્કરી કરી તેના નિતંબ દબાવનાર આરોપીને મુંબઈ કોર્ટએ 5 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી છે.તથા 10 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સજા કરવા હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ સહાર અલી શેખ વિરુદ્ધ ચાલી રહેલા કેસ અંતર્ગત મુંબઈ કોર્ટે યુવતીના ' નિતંબ ' ને શરીરનો ગુપ્ત ભાગ ગણી શકાય નહીં તેવી  ગૂગલની વ્યાખ્યા અમાન્ય ગણી છે.તથા જણાવ્યું છે કે પ્રાઇવેટ પાર્ટની વ્યાખ્યા જે તે દેશના સમાજને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ.
જાતીય ગુનાઓથી બચાવવા માટેના કેસો સાથે કામ કરતી એક વિશેષ અદાલતે કહ્યું હતું કે, કલમ 354, 354 એ હેઠળ જાતીય હુમલો કરવા બદલ વ્યક્તિને દોષી ઠેરવવામાં આવે છે.

કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ભોગ બનનારના સગીરાની યોનિ, સ્તન અથવા ગુદાને સ્પર્શ કર્યો નથી. જો કે, તેમછતાં ભારતીય સમાજને ધ્યાને રાખી તેણે ચુકાદો આપ્યો હતો કે પીડિતાના બેસવાના ભાગને  સ્પર્શ કરવો તે બાબત જાતીય હુમલો કરવાના ઇરાદામાંથી બાકાત રાખી શકાય નહીં.
પોકસો ન્યાયાધીશ એમ.એ. બરલીયાએ જણાવ્યું હતું કે જાતીય ઉદ્દેશથી કોઈપણ,મહિલાની  યોનિ, શિશ્ન, ગુદા અથવા  સ્તનને સ્પર્શ કરવો  અથવા જાતીય ઉદ્દેશથી અન્ય કોઈ ગુપ્ત ભાગને સ્પર્શ કરવો  જેમાં ઘૂંસપેંઠ વગર શારીરિક સંપર્ક શામેલ હોય તેને પણ જાતીય હુમલો કહેવામાં આવે છે. "તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)