મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ સીપીઆઇ નેતા કન્હૈયાકુમારની ચાર્જશીટ પર પોલીસએ માંગી પરવાનગીઃ કેજરીવાલ બોલ્યા, આ મારા અધિકાર ક્ષેત્રમાં નથી

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનુ કહેવું છે કે જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કન્હૈયાકુમારના દેશ વિરોધી નારાના મામલા પર નિર્ણય લેવો એમના અધિકાર ક્ષેત્રમાં નથી છતાં પણ તે આ પર જલ્દી નિર્ણય માટે વિધિ વિભાગને કહેશે. દિલ્લી પોલીસએ જેએનયૂમા દેશ વિરોધી નારા લગાવવાના મામલામાં કન્હૈયાકુમાર અને અનય સામે પટીયાલા હાઉસ કોર્ટમા ચાર્જશીટ દાખલ કરેલ છે.

આ ચાર્જશીટ એક વર્ષ પહેલા જાન્યૂ. ર૦૧૯ મા દાખલ કરી હતી ત્યારે દિલ્લી પોલીસને અદાલતએ ફટકાર લગાવતા કહ્યું કે જયાં સુધી દિલ્લી સરકાર ચાર્જશીટ દાખલ કરવાની મંજુરી નથી આપતી દિલ્લી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું કન્હૈયાના મામલામાં આરોપ પત્રને મંજુરી આપવી કે ન આપવી મારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. આ એક સ્વતંત્ર અને અલગ વિભાગનો મામલો છે છતા પણ અમે સંબંધિત વિભાગને કહેશુ તે જલ્દી જ આ પર પોતાનો નિર્ણય લ્યે.

કન્હૈયાકુમાર વિરુદ્ધ ચલાવવામા  આવી રહેલ દેશદ્રોહના મામલામાં દિલ્લી સરકારની અનુમતિ લેવી અનિવાર્ય છે. અદાલત આ મામલામા પહેલા જ કહી ચૂકી છે કે ચાર્જશીટ પર સરકારની અનુમતિ લેવી પડશે.

(11:09 pm IST)