મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

સોનિયા અને રાહુલ ગાંધીની છીનવાશે ભારતીય નાગરિકતાઃ સુબ્રમણ્યમ સ્વામીનો દાવો

હૈદરાબાદઃ  બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીના હવાલાથી વાત કરવામાં આવે તો જલ્દી જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ભારતની નાગરિકતા છીનવાઇ શકે છે. આ બાબત ફાઇલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને તે જલ્દી નીર્ણય લઇ શકે છે. સુબ્રમણ્યમ સ્વામી હૈદરાબાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી આયોજીત સેમીનારમા બોલી રહ્યા હતા. એમણે કહ્યુ ફાઇલ ગૃહમંત્રી અમીત શાહના ટેબલ પર છે.  અને જલ્દી તે પોતાની નાગરિકતા ખોઇ દેશે. બંધારણની વાત કરતા સ્વામીએ કહ્યું કે ભારતીય નાગરિક હોવા દરમ્યાન બીજા દેશની નાગરિકતા લેનારા લોકો સ્વતઃ પોતાની ભારતીય નાગરિકતા ખોઇ દેશે.

બીજેપી સાંસદ  અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી હૈદરાબાદ વિશ્વ વિદ્યાલયમાં આયોજીત સીએએ - એક સમકાલીન રાજનીતિથી પરે એક ઐતિહાસિક અનિવાર્યતા વિષય પર વિદ્યાર્થીઓને સંબોધીત કરી રહ્યા હતા. આ દરમ્યાન સ્વામીએ ખાસ ખુલાસો કર્યો કે જેના મુતાબીક ઇગ્લેંડમા વ્યવસાય કરવા માટે રાહુલ ગાંધીએ ખુદ બ્રિટીશ નાગરિકતાનો વિકલ્પ પસંદ કર્યો હતો.  આ આધાર પર તે ભારતની નાગરિકતા ખોઇ શકે  છે.  જો કે રાહુલ ગાંધી પાસે વિકલ્પ હશે કે તે  બ્રિટીશ  નાગરિકતા છોડી ફરીથી ભારતની સીટીઝનશીપ માટે એપ્લાય કરે. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી ભારતીય હતા.

સ્વામીએ કહ્યુ સીએએ ને સરખી રીતે સમજવામાં નથી આવ્યો આનો વિરોધ કરવાવાળાએ પણ આ અધિનિયમનો અભ્યાસ નથી કર્યો. આ કાનુનથી ભારતીય મુસલમાનોનો કોઇ પ્રભાવી નથી પડવાનો. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા મુસ્લીમોને પણ નાગરિકતા આપવી જોઇએ ો આ હાસ્યાસ્પદ છે.

(10:15 pm IST)