મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

હવે હનુમાન જન્મ સ્થળે કર્ણાટકના ક્રિષ્કિંધામાં બનશે દાદાની ર૧પ ફુટ ઉંચી પ્રતિમા

રામજન્મભુમી ટ્રસ્ટના પગલે બન્યું હનુમાન જન્મભુમી ટ્રસ્ટઃ ૧૦ એકરમાં બનશે મંદિર

નવી દિલ્હી, તા., ર૦: કર્ણાટકના હમ્પી સ્થિત હનુમાન જન્મભુમી ટ્રસ્ટ હનુમાનજીની વિશાળકાય પ્રતિમા બનાવવાની યોજના બનાવી રહયું છે. આ પ્રતિમા તેમના જન્મસ્થાન ક્રિષ્કિંધામાં બનાવવામાં આવશે અને તે ર૧પ ફુટ ઉંચી હશે. આ હનુમાનજીની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા હશે. આ ટ્રસ્ટ શ્રીરામ જન્મભુમી ટ્રસ્ટના પગલે ચાલી રહયું છે.

પ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જયારે રામજન્મભુમી ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તે જ દિવસે કર્ણાટક હનુમાન જન્મભુમી તીર્થક્ષેત્ર  ટ્રસ્ટની પણ રચના થઇ હતી. આ ટ્રસ્ટના અધ્યક્ષ ગોવિંદાનંદ સરસ્વતી છે.

અયોધ્યામાં રરપ ફુટ ઉંચી શ્રીરામની પ્રતિમા બનાવાશે. તેજ રીતે અમે હનુમાનજીની સૌથી ઉંચી પ્રતિમા લગાવવાનો નિર્ણય લીધો છે પણ આ પ્રતિમા રામની પ્રતિમાથી ૧૦ ફુટ નાની હશે જેને તાંબાથી બનાવાશે. ટ્રસ્ટ પ્રતિમા અને મંદિર માટે ૧૦ એકર જમીન પણ ખરીદશે.

(3:37 pm IST)