મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

RSS ચીફ ભાગવત કહે છે

'રાષ્ટ્રવાદ'નો મતલબ હિટલર અને નાઝીવાદ થાય છે, તેનો ઉપયોગ ન કરો

સંઘનો ધ્યેય છે કે ભારત વિશ્વગુરૂ બને : વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ છે

રાંચી તા. ૨૦ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદ મામલે મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં નાઝી અને હિટલરની ઝલક જોવા મળે છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનું વિસ્તરણ દેશ માટે છે કારણ કે અમારું લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનાવાનું છે.

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કેઙ્ગરાષ્ટ્રવાદઙ્ગજેવા શબ્દનો ઉપયોગ નહીં કરવો જોઇએ. કારણ ઙ્ગકે તેનો મતલબ નાઝી અથવા હિટલર જેવો નિકાળી શકાય છે, એવામાં રાષ્ટ્રય અથવા રાષ્ટ્રીય જેવા શબ્દોનો જ ઉપયોગ વધુ કરવો જોઇએ. મોહન ભાગવતે કહ્યું કે દુનિયાની સામે આ સમયે મોહન ભાગવતે કહ્યું કે વિકસિત દેશ શુ કરે છે, તેઓ પોતાના વેપારને દરેક દેશમાં વિકસિત કરવા ઇચ્છે છે. જેના દ્વારા તેઓ પોતાની શરતો મનાવા ઇચ્છતા હોય છે.ઙ્ગ

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે દુનિયા સામે જે મોટી સમસ્યા છે, તેમાંથી માત્ર ભારત જ છુટકારો અપવા શકે છે, એવામાં હિન્દુસ્તાનને દુનિયાનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઇએ. દેશની એકતા જ સાચી તાકાત છે, તેનો આધાર અલગ હોય શકે પરંતુ હેતુ એકસરખો જ છે.ઙ્ગ

ઙ્ગહિંદુત્વ મુદ્દા પર RSS પ્રમુખે કહ્યું કે હિંદુ જ એક એવો શબ્દ છે જે ભારતને દુનિયા સામે સાચી રીતે રજૂ કરી શકે છે. ભલે દેશમાં ઘણા દમ હોય, પરંતુ દરેક વ્યકિત એક શબ્દ સાથે જોડાયેલો છે જે હિંદુ છે. આ શબ્દ જ દેશના કલ્ચરને દુનિયા સામે દર્શાવે છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘ દેશમાં પોતાના વિસ્તરણની સાથે-સાથે હિંદુત્વ એજન્ડા પર આગળ વધી રહ્યો છે, જે દેશને જોડવાનું કામ કરશે.

(3:44 pm IST)