મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

નિર્ભયાના દોષિતોને ફાંસી અપાવનાર વકીલ સીમા કુશવાહા બસપામાં જોડાઈ

પાર્ટીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાની હાજરીમાં બસપામાં સામેલ

નવી દિલ્હી :  નિર્ભયા ગેંગ રેપ કેસની વકીલ સીમા કુશવાહા બહુજન સમાજ પાર્ટીમાં જોડાઈ ગઈ છે. તેઓ પાર્ટીના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાની હાજરીમાં બસપામાં જોડાયા હતા. અત્રે ઉલેલ્ખનીય છે કે સીમા કુશવાહાએ નિર્ભયા કેસમાં દોષિતોને સજા અપાવવા માટે લાંબી લડાઈ લડી હતી. આ કેસમાં ચાર દોષિતોને 20 માર્ચ 2020ના રોજ ફાંસી આપવામાં આવી હતી

યુપીની ચૂંટણીમાં બસપાની ગતિવિધિ સપા અને બીજેપી કરતા ઘણી ઓછી જોવા મળે છે. બીજી તરફ, સર્વેમાં જાણવા મળ્યું છે કે, આ ચૂંટણીમાં બસપાને 5-9 બેઠકો મળી શકે છે. એટલું જ નહીં, સર્વે અનુસાર, BSPને ગત ચૂંટણીની સરખામણીમાં 12 ટકા વોટ શેરનું નુકસાન વેઠવું પડી શકે છે

સીમા કુશવાહાનિર્ભયા કેસ સિવાય, તે અડધો ડઝન બળાત્કાર પીડિતો માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. નિર્ભયા ગેંગ રેપ કેસ તેની કારકિર્દીનો પ્રથમ કોર્ટ કેસ હતો. આ કેસમાં તેણે સાત વર્ષ અને ત્રણ મહિનાથી વધુ સમય સુધી કાનૂની લડાઈ લડી હતી

(1:06 am IST)