મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

કાશ્મીરના ગુરેજ વિસ્તારમાં વિન્ટર સ્પોર્ટસના આયોજન માટે યુવકોએ બરફમાં ક્રિકેટ રમીને રોષ ઠાલવ્યો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૨૦ :. સમુદ્ર તટથી લગભગ ૮૫૦૦ ફૂટની ઉંચાઈએ આવેલા એલઓસી ઉપર આવેલા ગુરેજ વિસ્તારના યુવકોએ બરફની વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરીને આખુ વિશ્વનું ધ્યાન તેના તરફ ખેંચાયુ હતું, પરંતુ હજુ સુધી સ્થાનિક તંત્રનું ધ્યાન તેના તરફ ગયુ નથી.

આવુ કરવા પાછળ યુવકો દ્વારા ધ્યાન ખેંચવાની સાથો સાથ રોષ પ્રગટ કરવાનો ઉદ્દેશ પણ હતો. તેઓની માંગ એ હતી કે આ કાશ્મીરમાં વિન્ટર સ્પોર્ટસનું આયોજન કરવામાં આવે છે તો ગુરેજ ઘાટીમાં કેમ નથી કરાતુ ? સરપંચ મુસ્તફા લોનએ કહ્યુ કે, ગુરેજમાં વર્ષમાં ૬ થી ૮ મહિના સુધી બરફ જામેલો રહે છે તેથી વિન્ટર સ્પોર્ટસ માટે આ જગ્યા ખૂબ જ અનુકુળ છે.

જો કે આ અંગે એકાદ વર્ષથી તંત્રમાં રજૂઆત છતા કોઈ પ્રશ્ન હલ થયો નથી.

(4:49 pm IST)