મુખ્ય સમાચાર
News of Wednesday, 19th January 2022

કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઓપન માર્કેટમાં વેચવાની DCGIની નિષ્ણાત સમિતિ ભલામણ

સમિતિએ કોવેક્સિન અને કોવિશિલ્ડની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી

નવી દિલ્હી ; DCGI ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ કોવિશિલ્ડ અને કોવેક્સીનના ખુલ્લા બજારમાં વેચાણની ભલામણ કરી છે. માહિતી અનુસાર, DCGIની નિષ્ણાત સમિતિએ શુક્રવારે કોવેક્સિન અને કોવિશિલ્ડની સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની અરજીઓની સમીક્ષા કરી હતી

જે બાદ હવે સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે સમિતિએ કોવિશિલ્ડ અને કોવેક્સિનને ઓપન માર્કેટમાં વેચવાની ભલામણ કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોવીશિલ્ડ રસી માટે સંપૂર્ણ માર્કેટિંગ મંજૂરી માટે અરજી કરી હતી, જ્યારે ભારત બાયોટેકે પણ થોડા સમય પહેલા કોવેક્સીનના સંપૂર્ણ માર્કેટિંગ માટે અરજી કરી હતી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્વિટર પર કહ્યું હતું કે, ભારત સરકાર પાસે હવે પૂરતો ડેટા છે કે તે સંપૂર્ણ બજાર અધિકૃતતા પર વિચાર કરી શકે.

કોવિશિલ્ડ અને ભારત બાયોટેકના કોવેક્સિનનો  ઉપયોગ હાલમાં દેશના કોરોના રસીકરણ અભિયાનમાં થઈ રહ્યો છે.

તે જ સમયે, ભારત બાયોટેકે આ પહેલા કહ્યું હતું કે તેમની કોવેક્સીન  હવે પુખ્ત વયના લોકો અને બાળકો માટે એક જ રસી તરીકે ઉપયોગ કરી શકાય છે. કંપની સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે અમે કોરોના સામે વૈશ્વિક રસી વિકસાવવા માટે જે રિઝોલ્યુશન લીધું હતું તે પૂર્ણ થયું છે. આ રસી બનાવવા અને લાઇસન્સ આપવાની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે.

ભારત બાયોટેકની 'કોવેક્સિન' કોવિડ-19 સામે 77.8 ટકા અસરકારક સાબિત થઈ છે. આ રસી ડેલ્ટા વેરિઅન્ટ સામે 65.2% અસરકારક છે અને તમામ પ્રકારના કોરોના વાયરસ સામે 70.8 ટકા અસરકારક છે, જે દેશમાં કોવિડ-19ની બીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરકારક હતી. માહિતી અનુસાર, દેશમાં નિર્મિત આ રસી કોવિડ-19ના ગંભીર લક્ષણો સામે 93.4 ટકા અસરકારક છે.

(12:21 am IST)