મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

ઉજૈનમાં પ્રોફેસરે જ કર્યો કોલેજના પ્રિન્સીપાલ પર હુમલો :ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ

કોલેજના પ્રિન્સીપાલ દ્વારા પ્રોફેસરની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ઉજૈનમાં પ્રોફેસર દ્વારા જ કોલેજના પ્રિન્સીપાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વાયરલ થયેલા વીડિયોના આધારે કોલેજના પ્રિન્સીપાલ દ્વારા પ્રોફેસરની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના 15 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનની લેટ નાગુલ માલવિય ગવર્મેન્ટ કોલેજની છે.

રિપોર્ટ અનુસાર 15 મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં લેટ નાગુલ માલવિય કોલેજ ઘાટીયામાં આવેલી છે. આ કોલેજની અંદર બ્રામમાડીપ એલ્યુન નામના વ્યક્તિ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા રહ્યા હતા. 15 જાન્યુઆરીના રોજ પ્રોફેસર એલ્યુન કોલેજના પ્રિન્સીપાલ ડૉક્ટર શેખર મેદામવારને મળવા માટે ગયા હતા. તે સમયે કોઈ વાતને લઇને બોલાચાલી થતા પ્રોફેસર દ્વારા પ્રિન્સીપાલને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઇને કોલેજના પ્રિન્સીપાલ દ્વારા કોલેજના પ્રોફેસરની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

આ ઘટનામાં કોલેજના આચાર્યએ પ્રોફેસર સામે આક્ષેપ કર્યો હતો કે, પ્રોફેસર એલ્યુનની બદલી ભોપાલમાંથી ઉજ્જૈનમાં થઈ હતી. પ્રોફેસર કોલેજમાં આવતા હતા અને ત્યારબાદ તેઓ 5 કિલોમીટર ચાલવા માટે નીકળી જતા હતા. 15 જાન્યુઆરીના રોજ કોલેજની અંદર વેક્સીનેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી. આ બાબતે માહિતી આપવા માટે મેં પ્રોફેસરને મારી ઓફિસમાં બોલાવ્યા હતા. ત્યારબાદ તેઓ રોષે ભરાયા અને મારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા લાગ્યા હતા. પ્રોફેસર દ્વારા મને માર મારવામાં આવ્યો છે.

(12:10 am IST)