મુખ્ય સમાચાર
News of Thursday, 20th January 2022

દિલ્હીની તિહાડ જેલમાં વિચિત્ર ઘટના :કેદી છુપાવવા માટે મોબાઈલ ગળી ગયો :તબીબોએ સર્જરી કરી બહાર કાઢ્યો

7 સે.મી લાંબો આ ફોન કેદીના પેટમાંથી એન્ડોસ્કોપી કરી બહાર કઢાયો :વીડિયો વાયરલ

 

નવી દિલ્હી ;એશિયામાં સૌથી સુરક્ષિત ગણાતી જેલ દિલ્હીની તિહાડ જેલમાં એક કેદીના મોબાઈલ ગળી જવાનો મામલો સામે આવ્યો છે.

આ ઘટના 4 જાન્યુઆરીની છે. પેટમાં ખૂબ દુખાવો ઉપડતા એક કેદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, કેદીનો એક્સરે રિપોર્ટ જોઈને ડોક્ટરો ચોંકી ગયા હતા. ડોક્ટરોને એક્સરેમાં દર્દીના પેટમાં મોબાઈલ હોવાની જાણ થઈ હતી.

  કેદીના એક્સરેમાં ડોક્ટરોને 7 સેમી લાંબો અને 3 સેમી પહોળો મોબાઈલ જોવા મળ્યો હતો. જીબી પંત હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલોજી ડિપાર્ટમેન્ટના ડોક્ટર સિદ્ધાર્થે કહ્યું કે દર્દીને 15 જાન્યુઆરીએ હોસ્પિટલમાં લવાયો હતો. તેને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો ત્યાર બાદ અમે તેનો એક્સરે લીધો હતો જેમાં 7 સેમી લાંબો અને 3 સેમી પહોળો મોબાઈલ જોવા મળ્યો હતો ત્યાર બાદ એન્ડોસ્કોપી કરીને મોં વાટે મોબાઈલને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ જેલ પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. જેલ પ્રશાસને તપાસ ચલાવી રહ્યું છે કે કેદી પાસે મોબાઈલ આવ્યો ક્યાંથી તેને લઈને મોટી તપાસ શરુ કરી દેવાઈ છે. જેલના એક અધિકારીએ કહ્યું કે કેદી ક્યાંથી મોબાઈલ લઈ આવ્યો હતો પરંતુ પકડાઈ જવાની બીકે તે મોબાઈલ ગળી ગયો હતો ત્યાર બાદ ખરી મુશ્કેલી શરુ થઈ. તેને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને આખરે ડોક્ટરોએ મોટું ઓપરેશન કરીને તેને બહાર કાઢવો પડ્યો હતો

 

(11:53 pm IST)