મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

અર્ણબ ચેટ લીક મામલો પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ કહ્યું આ રાજદ્રોહનો કેસ : રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક

73 વર્ષના ઈતિહાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે આવી છેડછાટ થતાં કોઈએ જોઈ નથી

નવી દિલ્હી :રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી અને રેટિંગ એજન્સી BARCના પૂર્વ સીઈઓ વચ્ચે કથિત વોટ્સએપ ચેટ લીક ચર્ચામાં છે. ચેટમાં સામે આવેલા મેસેજ રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ અને એવા જ કેટલાક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. આ બાબતને લઈને કોંગ્રેસ તરફથી એક હાઈ પાવર પ્રેસ કોન્ફ્રન્સ કરવામાં આવી. જેમાં પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની, પૂર્વ કાયદા મંત્રી ખુરશીદ અને અન્ય મોટા નેતા પણ સામેલ હતા. તેમને જણાવ્યું કે, કેવી રીતે આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ અર્ણબ ગોસ્વામી ચેટ લીક બાબતને લઈને જ્યારે પ્રેસ કોન્ફ્રન્સની શરૂઆત કરી તો તેમને આને એક હાઈ પાવર પ્રેસ કોન્ફ્રન્સ ગણાવી

તેમને આગળ જણાવ્યું કે, આ બેઠકમાં પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, અલગ-અલગ મંત્રાલય સંભાળી ચૂકેલા ગુલામ નબી આઝાદ અને પૂર્વ વિદેશ, કાનૂન મંત્રી સલમાન ખુરશીદ જેવા લોકો સામેલ છે

કોંગ્રેસે કહ્યું કે, 73 વર્ષના ઈતિહાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે આવી છેડછાટ થતાં કોઈએ જોઈ નથી. મોટા પદો ઉપર બેસેલા લોકો આટલા વામન કેવી રીતે થઈ જાય છે, જે એક વ્યક્તિ સાથે મળીને જે પોતાને પત્રકાર કહે છે, તેના સાથે મળીને પોતાનું ઈમાન વેચી રહ્યાં છે.

 

આ દરમિયાન પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીએ કહ્યું કે, “અર્ણબ ગોસ્વામી અને BARCના પૂર્વ સીઈઓ વચ્ચે જે વાતચીત સામે આવી છે, તે ખુબ જ ગંભીર છે. દરેક દેશભક્ત ભારતીય માટે તે ચિંતાની વાત છે. આ બધી જ રીતે નેશનલ સિક્યોરિટી પર અસર કરે છે. આ બાબતે આપણા બહાદુર જવાનો અને એર વોરિયર્સને પણ ખતરામાં નાખવામાં આવ્યા. ભારતમાં લગભગ દરેક મુદ્દા પર રાજનીતિ પાર્ટીઓ વચ્ચે મતભેદ રહે છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ચે તો ભારત એક થઈ જાય છે. પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને બધા ભારતીય ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક સાથે ઉભા થાય છે.”

એન્ટનીએ આગળ કહ્યું, તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલ ક્લાસીફાઈડ ડોક્યુમેન્ટ એવા વ્યક્તિ સાથે શેર કરવામાં આવ્યા, જે સત્તાવાર રીતે આને મેળવવા માટે અધિકૃત નહતો. ગોસ્વામી અને દાસગુપ્તાની ચેટમાં પુલવામાં હુમલાને લઈને જેવી રીતની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને લઈને ખુબ જ દુ:ખી અને આશ્ચર્યચકિત છું. એક પત્રકારને કેવી રીતે એરસ્ટ્રાઈકની જાણકારી કેટલાક દિવસો પહેલા મળી ગઈ હતી? આને લઈને લગભગ 4 અથવા 5 લોકોને જ જાણકારી હોય છે. જે મિલિટ્રી ઓપરેશન્સની જાણકારી રાખે છે.

પૂર્વ રક્ષા મંત્રીએ કહ્યું કે, આ જાણકારી માત્ર મોટા નેતા અને અધિકારી જ લીક કરી શકે છે. તેમને કહ્યું કે, “મેં મિલિટ્રીના લોકો સાથે કામ કર્યું છે, તેથી હું કહું છેુ કે, કોઈપણ મિલિટ્રીનો વ્યક્તિ ક્યારેય પણ લીક કરી શકે નહીં. જાણકારી લીક કરનાર કોઈ મોટો નેતા હોઈ શકે અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલોો કોઈ અધિકારી આવું કરી શકે છે. આ એક એન્ટી નેશનલ એક્ટિવિટી છે. જે પણ આમાં સામેલ છે તેને સજા આપવામાં આવી જોઈએ. પરંતુ સરકારે અત્યાર સુધી આ બાબતને લઈને કંઈ જ કર્યું નથી. સરકારે આની પૂરેપૂરી તપાસ કરાવવી જોઈએ.”

(11:49 pm IST)