મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

ઘણાં ન્યાયધીશો રાજકારણીઓના પગ પકડીને હોદ્દા ઉપર આવ્યા છે : તેઓ ભ્રષ્ટ રાજકારણીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે : તામિલ સાપ્તાહિક ' થુગલક ' ના સંપાદક એસ ગુરુમૂર્તિએ કરેલી ન્યાયધિશોની ટીકા બદલ બે વકીલોએ કોર્ટમાં અરજી કરી : કોર્ટનો અનાદર કરવા સબબ કાર્યવાહી કરવા માંગણી કરી

તામિલનાડુ : તામિલ સાપ્તાહિક ' થુગલક ' ના સંપાદક એસ ગુરુમૂર્તિએ તાજેતરમાં જણાવ્યું હતું કે ઘણાં ન્યાયધીશો રાજકારણીઓના પગ પકડીને હોદ્દા ઉપર આવ્યા છે . તેઓ ભ્રષ્ટ રાજકારણીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે સહાનુભૂતિ રાખશે.

એસ ગુરુમૂર્તિના ઉપરોક્ત નિવેદન બદલ તામિલનાડુના બે વકીલોએ કોર્ટનો અનાદર કરવા સબબ એસ.ગુરુમૂર્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી છે.તથા એડવોકેટ જનરલ સમક્ષ કન્ટેમ્પટ ઓફ કોર્ટ અંતર્ગત કાર્યવાહી કરવા સંમતિ માંગી છે.

ઉલ્લેખનીય છે કે 14 જાન્યુઆરીના રોજ એસ.ગુરુમૂર્તિએ કરેલા ઉદબોધનમાં જણાવ્યું હતું કે ઘણાં ન્યાયધીશો  અપ્રમાણિક છે.અને લાયકાત વિનાના છે.જેઓ રાજકારણીઓના પગ પકડીને હોદા ઉપર આવ્યા છે.તેથી ભ્રષ્ટ રાજકારણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખશે.

એસ.ગુરુમૂર્તિનું આ ઉદબોધન ન્યાયતંત્ર ઉપર લોકોનો ભરોસો ઉઠાડી દેનાર હોવાથી તેમના વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટ કાર્યવાહી કરવા બે વકીલોએ માંગણી કરી છે.

તેઓએ જણાવ્યું છે કે  એસ ગુરુમૂર્તિએ આ અગાઉ પણ ન્યાયતંત્રની ટીકા કરી હતી તેમછતાં તેઓને બિનશરતી માફી માંગવામાંથી મુક્ત કરાયા હતા.તેમના દ્વારા અવાર નવાર કરાતા વિવાદાસ્પદ નિવેદનો બદલ તેમની પાસે બિનશરતી માફી મગાવવા ઉપરાંત શિક્ષા પણ કરવી જોઈએ.તેવી અરજ ગુજારી છે.

દરમિયાન એસ ગુરુમૂર્તિએ પોતે કરેલા નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી છે.તથા જણાવ્યું હતું કે ભૂલથી ઉશ્કેરાટમાં રાજકીય ઉમેદવારોના બદલે ન્યાયધીશો બોલાઈ ગયું હતું. તેવું  બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)