મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

બાળપણથી ઘણી મુશ્‍કેલીઓ-જવાનીમાં અનેક જવાબદારીઓનો સામનો કર્યો અને સ્‍કૂલના બારી-બારણા સાફ કરનાર જો બિડેનની જીવન સફર ખૂબ જ પરિશ્રમવાળી

વોશિંગ્ટનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સમયે રેલવે પ્લેટફોર્મ પર ચા વેચતા હતા. તો અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બિડેનનું જીવન સફર બહુ આસાન નહતું. તેમને બાળપણ ઘણી મુશ્કેલી અને જવાનીમાં જવાબદારીઓનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રમ્પને હરાવી બિડેન આજે અમેરિકાના નવા પ્રમુખ બની રહ્યા છે. તેમણે બાળપણમાં અભ્યાસ કરવા માટે સ્કૂલની બારીઓ પણ સાફ કરી.

જન્મ 20 નવે. 1942માં પેન્સિલવેનિયાના સ્કેન્ટનમાં થયો

વિશ્વના સુપર પાવર દેશના સર્વોચ્ચ સ્થાને બેસનાર જો બિડેનનો જન્મ 20 નવેમ્બર 1942માં અમેરિકાના પેન્સિલવેનિયામાં સ્કેન્ટન ખાતે થયો હતો. તેમનું આખું નામ જોસેફ રોબિનેટ જુનિયર છે. તેમના પિતાનું નામ જોસેફ આર બિડન છે અને તેઓ મધ્યમ પરિવારના હતા.

બિડનના પિતા ઘર ચલાવવા માટે ભઠ્ઠીઓની સફાઈ કરતા હતા અને ખાલી સમયમાં સેલ્સમેનનું કામ પણ કરતા હતા. તેમની જેમ બિડનને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે કોઈ ને કોઈ કામ કરવું જરૂરી હતું. તેઓ પોતાની સ્ટડી ચાલુ રાખવા તેમની સ્કૂલની બારીઓ સાફ કરવાનું કામ કરતા હતા.

બિડનના જીવનમાં નેલિયા હન્ટરનો પ્રવેશ થયો

બિડન જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર પેન્સિલવેનિયાથી ન્યૂ કૈસલ કાઉન્ટી, ડેલાવેરમાં શિફ્ટ થયો હતો. અહીં ડેલાવેર વિશ્વવિદ્યાલયમાં તેમણે ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી. અહીં જ બિડનના જીવનમાં નેલિયા હન્ટરનો પ્રવેશ થયો અને પ્રેમ થઈ ગયો.

ત્યાર પછી બિડને 1968માં સિરૈક્યુઝ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાની ડીગ્રી લીધી અને વકિલાતની પ્રેક્ટિસ શરૂ કરી. એ સાથે જ તેમણે નેલિયા સાથે લગ્ન કરી લીધા. 1970ની આસપાસથી જ તેઓ રાજકીય ક્ષેત્રે કાર્યરત થવા લાગ્યા અને ત્યારે તેમની ન્યૂ કૈસલ કાઉન્ટીમાં પસંદગી થઈ હતી.

પાંચમાં સૌથી નાની ઉંમરના સેનેટર બન્યા હતા

બિડન 1972માં 29 વર્ષની ઉંમરે ડેલાવેરથી અમેરિકન સિનેટ તરીકે ચૂંટાયા હતા. એ તેમના માટે ગૌરવની વાત એટલા માટે હતી, કારણ કે તેઓ અમેરિકન ઈતિહાસમાં પાંચમાં સૌથી નાની ઉંમરના સેનેટર બન્યા હતા.

માર્ગ અકસ્માતમાં પત્ની અને દિકરીનું નિધન

ત્યારે જ તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એક રોડ એક્સિડન્ટમાં તેમની પત્ની અને દોઢ વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું અને બંને દીકરા ઘાયલ થયા હતા. આ તેમના માટે ખૂબ ખરાબ સમય હતો. તેઓ બધું ભૂલીને સિંગલ ફાધર બનીને બંને દીકરાની જવાબદારી સંભાળી રહ્યા હતા.

ડિપ્રેશનમાં આત્મહત્યા કરવા સુધી વિચારી ચૂક્યા

આ સમયમાં બિડેન ડિપ્રેશનમાં પણ જતા રહ્યા હતા અને તેમણે ઘણી વાર સુસાઈડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ સમય અંદાજે પાંચ વર્ષ સુધી રહ્યો હતો.

દિકરાનું બ્રેન કેન્સરથી નિધન થયુ

પાંચ વર્ષ પછી તેમણે જિલ જેબેક્સ સાથે લગ્ન કર્યા અને ધીમે ધીમે તેમનું જીવન પાટા પર આવવા લાગ્યું હતું. તેઓ ઘણાં વર્ષો સુધી રાજકારણ સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ત્યારે ફરી એકવાર તેમના જીવનમાં વાવાઝોડું આવ્યું અને ડેમોક્રેટિક રાઈઝિંગ સ્ટાર અને તેમના દીરકા બ્યૂનું 46 વર્ષની ઉંમરે 2015માં બ્રેન-કેન્સરને કારણે મોત થઈ ગયું,

બિડેનો  હિંમત ન હારી અને પોતાની જાતને સંભાળ્યા.બિડનના દીકરા બ્યૂ અમેરિકન રાષ્ટ્રપતિ બનવાનું સપનું જોતા હતા. દીકરાની ઈચ્છા પૂરી કરવા બિડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું નક્કી કર્યું અને 77 વર્ષની ઉંમરે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

(5:36 pm IST)