મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

અમેરિકાના નવા રાષ્‍ટ્રપતિ જો બાઇડેનના મંત્રી મંડળમાં 2 ગુજરાતીઓ સહિત 20 ભારતીયોને જવાબદારી સોંપાઇઃ કચ્‍છની યુવતિએ ગુજરાતભરનું નામ રોશન કર્યું

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં શપથ ગ્રહણ કરશે. ત્યારે નવા રાષ્ટ્રપિત તરીકે ચૂંટાયેલા જો બાઈડેનની ટીમમાં બે ગુજરાતીઓ સહિત 20 ભારતીયઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ટીમમાં કચ્છની યુવતીએ સ્થાન પ્રાપ્ત કરતા કચ્છ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

કચ્છની રીમા શાહને ટીમ બાઈડેનમાં સ્થાન મળ્યું છે. રીમા શાહ બાઈડેન-હેરિસ કેમ્પેઈનમાં જો બાઈડેન માટે ડિબેટ પ્રિપેરેશન ટીમમાં કામ કરી ચૂકી છે. મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુરની વતની અને અમેરિકાના ન્યૂજર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારની દીકરી રીમા શાહની જો બાઈડેન ટીમમાં ડેપ્યૂટી એસોસિયેટ્સ તરીકે વરણી કરવામાં આવી છે.

ત્યારે પ્રીતિબેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવંતું સ્થાન મળતા વિશા ઓસવાળા મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

(5:35 pm IST)