મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

માત્ર 190 રૂપિયામાં લેપટોપ : એમેઝોન કંપનીએ આપી હતી ઓફર : લેપટોપનો ઓર્ડર મળ્યા પછી સ્વીકાર કર્યો અને બાદમાં કેન્સલ કર્યો : ઓફરનો સ્વીકાર કર્યા પછી ઓર્ડર કેન્સલ કરવા બદલ એમેઝોન કંપનીને ઓડિસા કન્ઝ્યુમર કમિશને 45 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

ઓડિસા : હોમ ડિલિવરી માટે વિખ્યાત એમેઝોન કંપનીએ એક લલચામણી ઓફર ગ્રાહકો સમક્ષ મૂકી હતી. જે મુજબ માત્ર 190 રૂપિયામાં લેપટોપ આપવાની ઓફર હતી.

આથી એક લો સ્ટુડન્ટએ ઓર્ડર આપ્યો હતો. જેનો કંપનીએ સ્વીકાર પણ કર્યો હતો.પરંતુ બાદમાં ઓર્ડર કેન્સલ કરી નાખ્યો હતો.આથી ગ્રાહકે ઓડિસા કન્ઝ્યુમર કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી.તથા પોતાને તાત્કાલિક લેપટોપની જરૂર હોવા છતાં ઓર્ડર લીધા પછી ન મોકલવા બદલ થયેલા માનસિક ત્રાસ બદલ 50 હજાર રૂપિયાનું વળતર માગ્યું હતું.જે અંગે કંપનીને નોટિસ આપવા છતાં કંઈ જવાબ ન મળતા કોન્ઝ્યુમર ફોરમ સમક્ષ દાદ માંગી હતી.

જેના અનુસંધાને ડીસ્ટ્રીકટ ફોરમે 12 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.પરંતુ તે રકમ ઓછી જણાતા તેણે  સ્ટેટ કન્ઝ્યુમર કમિશનને ફરિયાદ કરી હતી.જેના અનુસંધાને 45 હજારનું વળતર આપવાનો આદેશ અપાયો હતો.

જે અંતર્ગત ગ્રાહકને માનસિક ત્રાસ આપવા બદલ 30 હજાર રૂપિયા ,કંપનીની બેદરકારી સબબ 10 હજાર રૂપિયા તથા કેસ કરવાના ખર્ચના 5 હજાર રૂપિયાનો સમાવેશ થાય છે.

ફોરમે જણાવ્યું હતું કે ઓર્ડર લીધા પછી કેન્સલ કરી શકાય નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)