મુખ્ય સમાચાર
News of Wednesday, 20th January 2021

ભારત બાયોટેકની સલાહ

આટલા લોકોએ કોવેકસીન રસી ન મુકાવવી

લખનૌ : ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કોરોનાનું રસીકરણ શરૂ થઇ ગયું છે. સીરમ ઇન્સ્ટીટયુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેકસીનની રસી મુકવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં યુ.પી.માં ૯ લાખ લોકોને રસી મુકી દેવામાં આવી છે. લીસ્ટમાં સામેલ છે. આરોગ્ય કર્મચારીઓ પહેલા ડોઝથી વંચીત રહી ગયા હતા. તેમને રર જાન્યુઆરીએ રસી મુકવામાં આવશે. ૧પ ફેબ્રુઆરીએ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.  આ દરમ્યાન ભારત બાયોટેકે ફેકટશીટ બહાર પાડીને જણાવ્યું છે કે કોઇ બિમારીની અવસ્થામાં કોવેકસીન ન મુકવી જોઇએ.

આ લોકો ન મુકાવે કોવેકસીન રસી

- ગર્ભવતી મહિલાઓ

- સ્તનપાન કરાવતી મહિલાઓ

- જેમને તાવ આવતો હોય અથવા કોઇપણ પ્રકારની એલર્જી હોય.

- જે લોકોને લોહી સંબંધી કોઇ બિમારી હોય.

- એચ.આઇ.વી. પોઝીટીવ લોકો

- બીજી કોઇ કોરોના રસી મુકાવી હોય તેવા લોકો

(12:53 pm IST)