News of Sunday, 20th January 2019
ઉત્તરપ્રદેશ - દિલ્હીમાં ઉતારવામાં આવી 22 મહિલા આતંકવાદીઓ ઉતર્યા : સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
મહિલા આતંકવાદીઓને વિસ્ફોટકોને હેન્ડલ કરવાથી માંડીને હથિયાર ચલાવવાની પણ તાલીમ અપાઈછે
નવી દિલ્હી :ઉત્તર પ્રદેશ અને બિહારમાં સુરક્ષા એજન્સીઓની સક્રિયતાથી ભીંસમાં મુકાઈ ગયેલા આતંકવાદી સંગઠનોએ હવે મહિલાઓનો સહારો લેવાનુ શરુ કર્યુ છે. યુપી અને દિલ્હીમાં 22 મહિલા આતંકવાદીઓને ઉતારવામાં આવી હોવાની બાતમી સુરક્ષા એજન્સીઓને મળી છે.
આ મહિલા આતંકવાદીઓને વિસ્ફોટકોને હેન્ડલ કરવાથી માંડીને હથિયાર ચલાવવાની પણ તાલીમ અપાઈ છે. તેમને મોબાઈલ પર કોઈ વાત નહી કરવાની સૂચના અપાઈ છે.જેથી એજન્સીઓ કોલ ટ્રેસ ના કરી શકે.
સૂત્રોનુ કહેવુ છે કે આ પૈકીની 6 મહિલા આતંકવાદીઓને ટ્રેસ કરવામાં આવી છે.જેમણે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આશરો લીધો છે.જ્યારે પંજાબમાંથી બે શંકાસ્પદ મહિલાઓી પૂછપરછ કરવામાં આવી રહી છે.
(5:08 pm IST)