મુખ્ય સમાચાર
News of Sunday, 20th January 2019

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : પાકિસ્તાન મધ્યસથી કરવાનું બંધ કરે : ઔવેસીએ લગાવી પાકિસ્તાનને ફટકાર

નવી દિલ્હી :કાશ્મીર મુદ્દાને લઇને અસદિદ્દીન ઓવૈસીનું કહેવું છે કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનું બંધ કરે. હૈદરાબાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, પાકિસ્તાને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાનું બંધ કરી દેવું જોઇએ.

તેમણે કહ્યું કે, કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. ત્યાં સુધી કે કાશ્મીર અને કાશ્મીરના યુવાનો પણ અભિન્ન અંગ છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ ઓવૈસી પાકિસ્તાનને ફટકાર લગાવી ચુક્યા છે.

 

(5:02 pm IST)