News of Saturday, 19th January 2019
વડાપ્રધાન મોદીને મળ્યો કોમેડિયન કપિલ શર્મા :ફોટો શેર કરીને લખ્યું તેઓમાં ગજબની સેન્સ ઓફ હ્યુમર છે
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈમાં ભારતીય સિનેમાના રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદ્ધઘાટન કર્યું હતું આ દરમિયાન ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી તેમાં જાણીતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા પણ સામેલ હતા
કોમેડીકિંગ કપિલ શર્માએ ટ્વીટર પર એક ફોટો શેર કરીને લખ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આપને મળીને સારું લાગ્યું અને આપથી અમને દેશ અને ફિલ્મ ઉદ્યોગની પ્રગતિને લઈને સારા વિચારો જાણવા મળ્યા,હું છેલ્લે એટલું જ કહીશ કે આપની પાસે ગજબની સેન્સ ઓફ હ્યુમર છે.
(12:15 am IST)