મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

જમ્મુ-કાશ્મીરમાં કેટલાક મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ

સૂચના પ્રસારણ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી : કેબલ ઓપરેટરોને નિયમો યાદ દેવડાવ્યા

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેટલાક મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. કેબલ ઓપરેટર્સને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાન, પાકિસ્તાન, તુર્કી અને મલેશિયા જેવા મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલોનું પ્રસારણ ન કરવામાં આવે.

  સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે આ બાબતે એક એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કેબલ ટીવી ઓપરેટર્સને કેબલ ટીવીના નિયમોની યાદ અપાવવામાં આવી છે. મંત્રાલયની નોટમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલીક પ્રાઈવેટ ચેનલો, જેને આ મંત્રાલય તરફથી પરવાનગી નથી, તેને કેટલાક કેબલ ઓપરેટર્સ પોતાના નેટવર્ક પર પ્રસારિત કરી રહ્યા છે. આવું કરવું કેબલ ટીવી રૂલ્સના પ્રોગ્રામ કોડના નિયમોનું ઉલ્લંઘન છે, જેના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવાની જરૂર છે.

  આ એડવાઈઝરી અંગે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયના હસ્તાક્ષર છે. એડવાઈઝરીમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, કેબલ ઓપરેટર્સ જો નિયમ-કાયદો તોડશે તો તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી શકે છે. તેમનું લાયસન્સ પણ જપ્ત થઈ શકે છે. ત્યાં સુધી કે તેમના ઉપકરણો પણ જમા કરાવવામાં આવી શકે છે

  5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયા બાદ કેબલ ઓપરેટર્સ પોતાનો બિઝનેસ સંભાળવામાં વ્યસ્ત છે. સુરક્ષાના પગલાંરૂપે સરકારે ટીવી ચેનલોના પ્રસારણ પર શિકંજો કસ્યો હતો.

(12:36 am IST)