મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

''મેડીકેર ફોર ઓલ'': ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ રાજયોના ફંડનો ઉપયોગ હેલ્થકેર માટે કરવા સંમતિ આપતું બિલ સેનેટમાં રજુ કર્યુ

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાએ યુ.એસ.સેનેટમાં નવું બિલ રજુ કર્યુ છે. જે મુજબ રાજય કક્ષાના યુનિવર્સલ હેલ્થકેર ફંડનો ઉપયોગ એક જ વાર ચૂકવવા માટેની સિસ્ટમમાં કરી શકાશે.

આ બિલ પાસ થાય તો દરેક રાજ્યો પોતાનું ફંડ વર્તમાન મેડીકેર, મેડીકલેમ, એફોર્ડેબેલ કેર, તેમજ મેડીકેર ઓફ ઓલ 'માટે' કરી શકશે. જે માટે દરેક સ્ટેટએ પાંચ વર્ષમાં ૯૫ ટકા લોકોને હેલ્થકેર કવરેજ માટે આવરી લેવાના રહેશે. જો કે શ્રી ખન્નાએ આ બિલનો લાભ અનડોકયુમેન્ટેડ ઇમીગ્રન્ટસને મળશે કે કેમ તે અંગે ચોખવટ કરી નહોતી તેવું જાણવા મળે છે. 

(8:12 pm IST)