મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

યુ.એસ.ના પેકાર્ડ ફાઉન્ડેશનએ પસંદ કરેલા અર્લી કેરીઅર સાયન્ટીસ્ટસ તથા એન્જીનીઅર્સ ફેલોમાં સ્થાન મેળવતા શ્રી અંકુર જૈનઃ માનવ કોષોમાં રહેલી ખામીથી ફેલાતા રોગો વિષે સંશોધન કરશેઃ પાંચ વર્ષ માટે ૮ લાખ ૭૫ હજાર ડોલરની ગ્રાન્ટ

મેસ્સેચ્યુએટસઃ યુ.એસ.માં ડેવિડ એન્ડ લ્યુસી પેકાર્ડ ફાઉન્ડેશનએ ૨૦૧૯ની સાલ માટે પસંદ કરેલા સાયન્સ તથા એન્જીનીઅરીંગ ક્ષેત્રના ૨૨ અર્લી કેરીઅર સાયન્ટીસ્ટસ એન્ડ એન્જીનીયરીંગ ફેલોસમાં ઇન્ડિયન અમેરિકન શ્રી અંકુર જૈનએ સ્થાન મેળવ્યું છે.

શ્રી જૈન મેસ્સેચ્યુએટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જેમણે માનવ કોષમાં રહેલી ખામી કેવી રીતે રોગ ફેલાવે છે તે અંગે સંશોધન હાથ ધર્યુ છે.

ફાઉન્ડેશન દ્વારા પસંદ કરાયેલા તમામ ફેલોને પાંચ વર્ષ માટે ૮ લાખ ૭૫ હજાર ડોલર ફાળવાશે.

(8:09 pm IST)