મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

લઘુમતિ કટ્ટરતા પ્રશ્ને મમતા બેનર્જી પર ઓવૈસીના આકરા પ્રહાર

ગુરૂની આજ્ઞા બાદ સમાધિ લેવાનું પડતુ મૂકયુ : બંગાળમાં મુસ્લિમોના પછાતપણાના મામલાને ઉઠાવવાની બાબત ધાર્મિક કટ્ટરતા નથી જ : ઓવૈસીના વળતા પ્રહારો

નવીદિલ્હી,  તા. ૧૯ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અલ્પસંખ્યક કટ્ટરતાને લઇને આપવામાં આવેલી ટિપ્પણી પર આજે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલમિનના નેતા ઓવૈસીએ વળતી પ્રતિક્રિયા આપી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી ૧૮ સીટો કઇરીતે જીતી ગઇ છે તેવો વળતો પ્રશ્ન ઓવૈસીએ મમતા બેનર્જીને કર્યો છે.

                  ઓવૈસીએ ટ્વિટ કરીને મમતાને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, બંગાળમાં મુસ્લિમોની મૂળભૂત માનવીય સુવિધાઓના મુદ્દાને ઉઠાવવાની બાબત કોઇ ધાર્મિક કટ્ટરતા નથી. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, બંગાળમાં મુસ્લિમોની સ્થિતિને લઇને રજૂઆત કરવાની બાબત કોઇપણરીતે અયોગ્ય નથી. માનવ વિકાસ ઇન્ડેક્સમાં સૌથી ખરાબ હાલતમાં મુસ્લિમો રહેલા છે તે બાબતને રજૂ કરવી ધાર્મિક કટ્ટરતા તરીકે નથી. મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પરિણામની વાત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે, બંગાળમાં ભાજપને મોટી સફળતા મળી ચુકી છે. જો મમતા બેનર્જી કેટલાક હૈદરાબાદીઓને લઇને ચિંતિત છે તો તેઓએ આ વાત પણ કરવી જોઇએ કે, ભારતીય જનતા પાર્ટી બંગાળમાં શાનદાર દેખાવ કરવામાં કઇ રીતે સફળ રહી છે.

                   લોકસભામાં ભાજપ બંગાળની ૪૨ સીટો પૈકી ૧૮ સીટો ઉપર કઇ રીતે જીત મેળવી છે. ઓવૈસીની આ પ્રતિક્રિયા મમતા બેનર્જીના એવા નિવેદન બાદ આવી છે જેમાં કહેવામાં આવ્યું હતુ ંકે, પ્રથમ વખત લઘુમતિઓની વચ્ચે કટ્ટરપંથી હોવાની વાત રહેલી છે. મમતા બેનર્જીએ હિન્દુ બહુમતિ વસ્તીવાળા વિસ્તાર કુચબિહારમાં ઓવૈસી અથવા તો તેમની પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યા વગર આ મુજબની વાત કરી રહ્યા હતા. મમતા બેનર્જીએ પ્રથમ વખત લઘુમતિઓની વચ્ચે કટ્ટરપંથી હોવાની વાત કરીને આવા તત્વોને મહત્વ નહીં આપવાની વાત કરી હતી. આને લઇને મમતા બેનર્જી અને ઓવૈસી આજે આમને સામને આવી ગયા છે.

(8:04 pm IST)