મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનીઃ ગૃહ - રાજય મંત્રી નિત્યાનંદ રેડ્ડીની લોકસભામાં જાહેરાત

૬ મહિનામાં ૩૪ લાખ પર્યટકો આવ્યા : ૯૯.૭ ટકા વિદ્યાર્થી પરીક્ષામાં હાજર : પથ્થરમારાના ૧૯૦ બનાવઃ ૭૬૫ ધરપકડ : સરહદે ૯૫૦ વખત યુધ્ધ વિરામ ઉલ્લંઘન

નવીદિલ્હીઃ કેન્દ્રીય ગૃહા રાજયમંત્રી કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ- કાશ્મીર અંગે માહિતી આપતા જણાવેલ કે ૫ ઓગસ્ટથી ઓકટોબર દરમિયાન સીમાપારથી ૯૫૦ વખત યુધ્ધવિરામનું ઉલ્લંઘ થયેલ. જયારે ૫ ઓગસ્ટથી ૧૫ નવેમ્બર સુધી ૧૯૦ પથ્થરબાજીના મામલા નોંધાયા અને ૭૬૫ લોકોની ધરપકડ કરાયેલ છે. ૧ જાન્યુઆરીથી ૪ ઓગસ્ટ સુધીમાં ૩૬૧ પથ્થર બાજિના મામલા નોંધાયા છે.

હિંસક પ્રવૃતિઓ વચ્ચે જમ્મુ- કાશ્મીર માટે સારા સામાચાર પણ રેડ્ડીએ આપ્યા હતા. તેમણે જણાવેલ કે છેલ્લા ૬ મહિનામાં ૩૪ લાખ ૧૦ હજારથી વધુ પર્યટકોએ જમ્મુ- કાશ્મીરની મુલાકાત લઈ ચુકયા છે. જેમાં ૧૨,૯૩૪ વિદેશી મુલાકાતીઓ પણ છે.

તેમણે વધુમાં જણાવેલ કે ૫ ઓગસ્ટ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી. જે ધીમે- ધીમે વધી છે અને હાલ ચાલી રહેલ પરિક્ષાઓમાં ૯૯.૭ ટકા છાત્રો હાજર છે.

(4:06 pm IST)