મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

'ન્યુ ઈન્ડિયા'માં લાંચ-કમિશનને 'ચુંટણી બોન્ડ' કહે છેઃ રાહુલ

આરબીઆઇને કોરાણે મૂકી બહાર પાડેલ ચૂંટણી બોન્ડને લીધે મબલખ કાળુ નાણું ભાજપાના ખજાનામાં ઉમેરાશે

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ બાબતે મોદી સરકાર પર કટાક્ષ કરીને ટ્વિટ કરતાં કહ્યું કે ન્યુ ઇન્ડિયામાં અને ગેરકાયદે કમિશનને ચૂંટણી બોન્ડ કહેવામાં આવે છે જ્યારે કોંગ્રેસે ગઈકાલે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકારે આરબીઆઇને કોરાણે મૂકીને ચૂંટણી બોન્ડ રજૂ કર્યું છે જેથી કાળા નાણાને ભાજપાનાં માં પ્રવેશ આપી શકે સાથે જ કોંગ્રેસે આ યોજનાને તાત્કાલિક બંધ કરવાની માગણી પણ કરી હતી આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મુદ્દે સરકાર પણ નિશાન તાકતાં કહ્યું કે રિઝર્વ બેન્કને એક બાજુ રાખીને ચૂંટણી બોન્ડ લાવવામાં આવ્યા છે જેથી કાળું નાણું ભાજપાને પહોંચી શકે પ્રિયંકા દ્વારા આક્ષેપ કર્યો હતો કે કાળું નાણું સમાપ્ત કરવા માટે ભાજપ માટે ચૂંટવામાં આવ્યો હતો પણ તે તેના દ્વારા જ પોતાના ખજાનો ભરવામાં લાગી ગયો છે પ્રિયંકાએ કહ્યું કે ભારતીય પ્રજા સાથે આ શરમજનક વિશ્વાસઘાત છે ચૂંટણી અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલા એ ટ્વીટ કર્યું હતું કે આરબીઆઈએ ચૂંટણી બંધનો વિરોધ કર્યો હતો તેનાથી બેનામી દાનમાં વધારો થશે હવે મોદી સરકાર જણાવે છે કે કેટલા હજાર કરોડના ઇલેકટ્રોન બોન્ડ બહાર પડાયા છે ભાજપાને કેટલા હજાર કરોડ મળ્યા ? શું આ જ છે હજારો કરોડનો ભાજપા નો મંત્ર?

(4:07 pm IST)