મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

''ટીક ટોક'' પોતાનું ચાઇનીઝ મુળ છુપાવે છે

ચીનના કાયદા અનુસાર સરકારને ડેટા આપવા ફરજીયાત છે સ્વદેશી જાગરણ મંચે ટીકટોક પર પ્રતિબંધ મુકવાની કરી છે માંગણી

સોશ્યલ મીડિયા કંપની પોતાના લાખો યુઝર્સ સામે પોતાનું ચાઇનીઝ મુળ છુપાવી રહી છે. પોતાની યોજનાના ભાગરૂપે ટીકટોક કંપની દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાની ઓફીસો વિસ્તારી રહી છે. ઉપરાંત ગ્લોબલ ટીકટોક પર ચાઇનીઝ કન્ટેન્ટને સિમીત કરી રહી છે, એવું વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવાયું છે.

ચીનની ટેકનોલોજીની કંપનીઓમાંથી ટીકટોક અને બાઇટડાન્સ જેવી સફળતા બહુ ઓછી ઇન્ટરનેટ કંપનીઓને મળી છે. સ્યોર, અલીબાબા, ટેન્સન્ટ અને લાઇક જેવી મોટી કંપનીઓને સફળતા મળી છે. પણ મોટા ભાગે તે એશિયા પુરતી છે જયારે ટીકટોકની સફળતા વૈશ્વિક છે. અને વિશ્વભરના યુવાઓમાં તે ચાલી રહી છે, તેના કારણે વાપરનારાના ડેટાઓની સુરક્ષાનો ભય સેવાઇ રહ્યો છે. ચીનના એક કાયદા અનુસાર, બધી કંપનીઓએ જયારે તેમની પાસે માહીતી માંગવામાં આવે ત્યારે આપવી ફરજીયાત છે, આના કારણે ટીકટોક એવી જાહેરાત કરવાની તકલીફ લે છે કે તેનું ચીની અને વૈશ્વિક વર્ઝન અલગ-અલગ ચાલે છે અને વૈશ્વિક વર્ઝનનો યુઝર્સનો ડેટા ચીનમાં નથી રાખવામાં આવતો

(3:28 pm IST)