મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

લોકસભામાં ધમાલ રાજ્યસભામાં જેએનયુ મુદ્દો ગુંજ્યો

કોંગ્રેસ સભ્યોએ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવા મુદ્દે કર્યો ભારે વિરોધઃ કર્યું વોકઆઉટ : વેલમાં ઘૂસીને વિપક્ષે કરી નારેબાજીઃરાજ્યસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત

નવી દિલ્હી,તા.૧૯: સંસદના શિયાળુસત્રના બીજા દિવસે રાજ્યસભાની કાર્યવાહી જેએનયુ અને કાશ્મીરના મુદ્દા પર ભારે ધમાલ વચ્ચે બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બીજી બાજે લોકસભામાં કોંગ્રેસ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષા પરત ખેંચવા પર વિરોધ દર્શાવ્યો બીજીબાજુ રાજ્યસભાના સભાપતિ એમ વેકૈયા નાયડુના ગૃહમાં માર્શલોની નવા યુનિફોર્મમાં ફેરફારના કારણે સમીક્ષાના આદેશ આપ્યા

ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પાછા ખેંચવાના વિરોધમાં કોંગ્રેસ સભ્યોએ લોકસભામૉ ધમાલ કરી શિયાળુ સત્રના બીજા દિવસની કાર્યવાહી શરૂ થવાની સાથે જ કોંગ્રેસના સભ્ય નારેબાજી કરીને વેલમો ધસી આવ્યા. ત્યારબાદ ડીએનકેના સભ્યો પણ કોંગ્રેસના સમર્થનમાં હોટવાળો અને નારેબાજી કરીને વેલમાં ધસી આવ્યા કોંગ્રેસના અને ડીએનકે સભ્યોએ 'બદલાવી રાજનિતિ બંધ કરો' એસપીજીની સાથે રાજનિતિ કરવાનું બંધ કરો અને અમને ન્યાય આપોના નારા લગાવ્યા.

દિલ્હીની જેએનયુમાં ફી વધારાનો મુદ્દો હવે રાજયસભામાં ગુંજયો છે. રાજયસભાની કાર્યવાહી શરૂ થતાં વામ, કોંગ્રેસ અને અન્ય દળોનાં સાંસદોએ જેએનયુમાં ફી વધારાનો મુદ્દો ઉઠાવ્યો. સીપીઆઇના સાંસદ બિનોય વિસ્વાને કાર્ય સ્થગન પ્રસ્તાવ આપી જેએનયુ મામલે ચર્ચાની માંગણી કરી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ફી વધારાનો વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ ઉપર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ પ્રસ્તાવને રદ્દ કરી દીધો. જે બાદ રાજયસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને થ્ફશ્ના મુદ્દે હોબાળો થયો હતો. ત્યારબાદ રાજયસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. વિપક્ષે ખેડૂતોની આવક અંગે લોકસભામાં તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતા. તો બીજી બાજુ લોકસભામાં વાયુ પ્રદુષણ, કલાઈમેટ ચેન્જ અને ચિટફંડ સંશોધન બિલ પર પણ ચર્ચા થઈ શકે છે.

કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને ગ્થ્ઝ્ર સાંસદ પિનાક મિશ્રા બપોર પછી પ્રદુષણનો મુદ્દો ઉઠાવશે. લોકસભા અધ્યક્ષે વિપક્ષે લોકોને સમજાવવા માટે ફરી એક પ્રયાસ કર્યો અને કહ્યું કે, ખેડૂતો સંબંધિત પ્રશ્ન ચાલી રહ્યો છે ચર્ચા ચાલવા જો. પણ તેમ છતા પણ વિપક્ષે નારાબાજી બંધ ન કરી તો, લોકસભા અધ્યક્ષે વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે, પહેલા પરંપરા હશે વેલમાં આવીને આસન સાથે વાત કરવાની પણ હવે નથી. આગળથી આવુ ન કરતા નહીં તો મારે કાર્યવાહી કરવી પડશે.

(3:18 pm IST)