મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

અમારી અથાક મહેનતને સૌએ બિરદાવી... હિરેન સુબાની આભારવિધી

હિરેન સુબાએ જણાવ્યું હતું આભાર વિધી તો પહેલા જ થઇ ગઇ છેલ્લા ત્રણ કલાક શબ્દસૂરના કંકુ ચોખા કરી બધા કલાકારોએ આપ સૌના હૈયે રાજીપાનું જે તિલક કર્યુ છે ને એ વિધીના વધામણા આપ સૌની આંખોમાંથી પસાર થઇને આપ સૌના ચહેરા પર દેખાય છે. અને આભાર એટલે માનવો છે કે આપ સૌએ આટલી મોટી સંખ્યામાં હાજર રહી અત્યાર સુધી બેસી રહી અમારી અથાક મહેનતને બીરદાવી છે. આપની તાળીઓ, વાહ-વાહે બધા કલાકારોને દિલ ખોલીની સાચા અર્થમાં કદર કરી છે. કદર જો માંગ્યા વગર મળે તો એ જ સાચું. એટલે એનો તો આભાર માનવો જ રહ્યો. આપનો આ ઉમળકો જોઇને અમારા હૈયે પણ હેલ્લારો ઉઠે. આ ક્રમ યથાવત રાખજો એવી જ આશા ધન્યવાદ. 

(3:14 pm IST)