મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

સૌને મોજ પડી ગઇ...ગીતો પર ઝૂમ્યા, વ્યંગ-હાસ્યની વાતોમાં ખડખડાટ હસ્યા...વાહ-વાહ અને ભાઇ-ભાઇના હાકલા પડકારા થયા, 'મૌજે ગુજરાત' સૌ મોજીલા બની ગયા

'મૌજે ગુજરાત'ના મુખ્ય સ્ટેજ પર અકિલા ઇન્ડિયા ઇવેન્ટ ગુજરાત્રીના મુખ્ય કર્તાહર્તા શ્રી નિમીષભાઇ ગણાત્રા, હિરેન સુબા તથા ગાયકો આદિત્ય ગઢવી, હિમાલી નાયક વ્યાસ, પ્રહર વોરા, ગાથા પોટા, કવિ ડો. રઇશ મણિયાર તથા સંચાલકો મિલિન્દ ગઢવી અને તુષાર રાચ્છ ગુજરાત્રીયન્સ-પ્રેક્ષકોનું અભિવાદન જીલતા જોઇ ઉપરની તસ્વીરમાં જોઇ શકાય છે. નીચેની અન્ય તસ્વીરોમાં ઉપસ્થિત મહાનુભવો સાથે અકિલા પરિવારના મોભીશ્રીઓ તેમજ ભરચક્ક હોલ ભરાઇ ગયા પછી દાદરા પગથીયા પર બેસી ગયેલા શ્રી નિમિષભાઇ ગણાત્રા, હિરેન સુબા તથા કમિટી મેમ્બર્સ અને નીચેની તસ્વીરમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા અને શ્રી નિમિષભાઇ ગણાત્રા અતિથિઓ સાથે તેમજ ખડખડાટ હસી રહેલા શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, નિતીન ભારદ્વાજ, ઉદય કાનગડ, મનોજભાઇ ભિમાણી સહિતના તેમજ સૌથી નેચીને તસ્વીરમાં મૌજે ગુજરાતના હોર્ડિંગ્સ પાસે કમિટી મેમ્બર્સ જોઇ શકાય છે. એક એકથી ચડીયાતા ગીતો પર સૌ કોઇ ડોલી ઉઠ્યા હતાં. તો હાસ્ય-વ્યંગની વાતોમાં ખડખડાટ હસી પડ્યા હતાં. જોમ ચડાવતાં ગીતોમાં ભાઇ-ભાઇ અને વાહ-વાહ તથા વન્સમોરના હાકલા પડકારા થયા હતાં...મૌજે ગુજરાતમાં સૌ મોજીલા બની ગયા હતાં. (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસવીરઃ સંદિપ બગથરીયા)

(3:07 pm IST)