મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

ભારતના અવાજને વિશ્વ સમક્ષ રાખી શકયા છે પીએમ મોદી

ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે મોદીના ભરપેટ વખાણ કર્યા : પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમંચ પર સાચી દિશામાં જઇ રહ્યું છે

નવી દિલ્હી,તા.૧૯: ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ મંચ પર ભારતની વ્યાપક રૂપથી અવાજ સાંભળવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ એબોટે કહ્યું છે કે મને લાગે છે કે ભારત વિશ્વ મંચ પર જે રીતે હાલ વર્તમાનમાં જે પ્રભાવ છે તે પહેલા નહોતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદના નેતૃત્વમાં આ વિશ્વ મંચ પર પોતાના અવાજને સાચી દિશા આપી રહ્યો છે. મને લાગે છે કે ભારત છેલ્લા લાંબા સમયથી આત્મનિરીક્ષણ કરી રહ્યું હતું.

આ ઉપમહાદ્વિપનો એક મોટો ભાગ હતો પરંતુ તેના ક્ષેત્રથી આગળ, ભારત વસ્તુઓ માટે દ્યણો ઓછા મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણને લઇને આગળ હતો.

ટોની એબોટ જણાવ્યું કે ઠીક છે, મને લાગે છે કે એક ઉત્થાન, સભ્ય અને માનવીય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિશ્યિત રીતે ભારતના અવાજને દુનિયા સમક્ષ રાખી શકયા છે.

એબોટે કહ્યું કે ભારત પાસે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સદસ્ય સભ્ય બનવાનું પ્રમાણ છે. જો કોઇ એવો દેશ છે, જે પોતાની સૈન્ય તાકાત અને તેના આકાર તેમજ આર્થિક ક્ષમતાને દેખાડીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્ય સભ્યનો દાવો કરી શકે છે તો તે નિશ્યિત રીતે ભારત છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમએ કહ્યું કે મને આશા છે કે ઓસ્ટ્રેલિયાની સરકાર આ મુદ્દા પર સત્ત્।ાવાર સ્થિતિ છે,પરંતુ વ્યકિતગત રીતે ભારતને સુરક્ષા પરિષદમાં  જોવું એક સુખદ અનુભવ હશે. દુનિયાને એક નહીં પરંતુ બે લોકતાંત્રિક મહાશકિતઓની જરૂરિયાત છે.

(1:14 pm IST)