મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

અમેરીકા સચોટ ખાત્રી આપે : તો જ મંત્રણા કરીશું: ઉ. કોરીયા છેલ્લે પાટલે

સિયોલઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર ઉત્ત્।ર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે વધુ એક મંત્રણાના સંકેત આપતા ઉત્ત્।ર કોરિયાએ જણાવ્યું છે કે તે ત્યાં સુધી ટ્રમ્પ સાથે વધુ બેઠક નહીં કરે કે જયાં સુધી અમેરિકા દ્વારા નક્કર પરિણામની ખાતરી આપવામાં નહીં આવે.

ઉત્ત્।ર કોરિયાના વિદેશ મંત્રાલયના સલાહકાર કિમ કી ગ્વાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્ત્।ર કોરિયાના પ્રમુખ કિમ જોંગે પરમાણુ કરાર માટે ટ્રમ્પ વહીવટી તંત્રને વર્ષના અંત સુધીનો સમય આપ્યો છે.

ઉત્ત્।ર કોરિયા સાથે મંત્રણા આગળ વધારવા માટે દક્ષિણ કોરિયા સાથેની સંયુકત લશ્કરી કવાયત બંધ કરવાની જાહેરાત ટ્રમ્પે ટ્વિટર પર કિમ જોંગ ઉનને વધુ એક મંત્રણા માટેના સંકેત આપ્યા હતાં.

(1:13 pm IST)