મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

ખેતરોમાં પાક સળગાવવા બાબતે આકરા પગલાઃ ૧૧ ખેડૂતની ધરપકડઃ ૨ સસ્પેન્ડ

૩૦૦ ખેડૂતોને નોટીસો આપી ૧૩ લાખનો દંડ ફટકારાયોઃ મથુરાનો બનાવ

મથુરાઃ મથુરાના જનપદમાં પાક સળગાવવાના મામલે તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા હતા અને ૧૧ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે કાંડમાં લાપરવાહી દાખવનાર બે તહેસીલદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

મથુરાના જનપદમાં ખેડૂતોએ પાક સળગાવી દેતા પોલીસ દ્વારા ૧૧ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. જેમા છાતા ગામના  પાંચ કોસીકલાના એક અને શેરગઢના ચાર ખેડુતોનો સમાવેશ થાય છે. ખેડૂતોએ પાક સળગાવી દેવાની ધમકી આપ્યા બાદ પણ તહસીલદારો દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા બે તહસીલદારોને આ ઘટના બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે. જયારે ૩૦૦ ખેડૂતોને નોટીસો ફટકારી ૧૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા મથુરાના છાતા, કોસીકલા, શેરગઢ અને ચોૈમુહાના વિસ્તારમાં સેટેલાઇટ થકી ખબરો મળી રહી છે કે ખેડૂતો પાક સળગાવી રહયા છે જેના ઉપર અંકુશ લાવવા ૩૯ ઓફીસરોને ડયુટી આપવામાં આવી છે.

(1:09 pm IST)