મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

ગાંધી પરિવારની સુરક્ષા માટે સીઆરપીએફ દ્વારા બુલેટ પ્રૂફ કારની માંગણી

નવી દિલ્હી : ગાંધી પરિવારના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા દૂર કર્યા બાદ હવે સીઆરપીએફને ગાંધી પરિવારની સુરક્ષા જવાબદારી સાેંપવામાં આવી છે. એ ગાંધી પરિવારની પર્યાપ્ત સુરક્ષા માટે 6 કંપનીઆે તૈનાત કરી છે પરંતુ સામે મોટી સમસ્યા એ છે કે તેની પાસે એટલી બુલેટ પ્રૂફ કારની કમી છે એવામાં એમ ઇચ્છે છે કે એસપીજીની બુલેટ પ્રૂફ કાર તાત્કાલિક પુરી પાડવામાં આવે.

  સૂત્રોને મળેલી માહિતી અનુસાર સીઆરપીએફએ અને ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે તેમને એસપીજીવાળી બુલેટ પ્રૂફ કાર આપવામાં આવે. ના એક અધિકારીના જણાવ્યા અનુસાર સીઆરપીએફની બુલેટ પ્રૂફ કાર ખૂબ એડવાન્સ છે અને બાકી કારોના મુકાબલે ખૂબ કમ્ફર્ટેબલ છે. તે પહેલાં જ્યારે સીઆરપીએફે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી હટાવીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી ત્યારે પણ સીઆરપીફે એસપીજી દ્વારા તૈનાત કરવામાં આવેલી બુલેટપ્રૂફ ગાડીઆેને પોતાના કબજામાં લેવાની ભલામણ કરી હતી જે સરકારે મંજૂર કરી લીધી હતી.

  સોનિયા ગાંધીના 10, જનપથ સ્થિત આવાસ પર ઇઝરાયલી એક્સ-95, એકે સીરીઝ અને એમપી-5 બંદૂકો સાથે સીઆરપીએફના કમાન્ડોની 2 ટુકડીએ પોતાની સુરક્ષાની જવાબદારી પહેલાં જ સંભાળી લીધી છે. આ પ્રકારે એક ટુકડી કાેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીને તુગલક લેન સ્થિત આવાસ અને પ્રિયંકાના લોધી એસ્ટેટ સ્થિત આવાસ પર તૈનાત કરવામાં આવ્યા છે.

(11:55 am IST)