મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

હવે હરિયાણામાં દારૂબંધીનો કાયદો લાગુ થવાના એંધાણ: મુખ્યમંત્રી ખટ્ટરે આપ્યા સંકેત

ખટ્ટરે કહ્યું છે કે જો 10 ટકા લોકો વિરૂદ્ધમાં મત આપે તો ગામડામાં દારૂની દુકાનો બંધ થઇ શકે

 

 હવે હરિયાણામાં પણ દારૂબંધીનો કાયદો લાગુ થવાના એંધાણ વર્તાયા છે  હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે અંગેના સંકેત આપ્યા છે. ખટ્ટરે કહ્યું છે કે જો 10 ટકા લોકોએ વિરૂદ્ધમાં મત આપ્યો તો હરિયાણાના ગામડાઓમાં દારૂની દુકાનો બંધ થઇ શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા એપ્રિલ 2016થી બિહારમાં દારૂબંધી લાગેલી છે. ખટ્ટરે કહ્યું કે રાજ્યમાં વેપારને પ્રોત્સાહન માટે એક ગ્લોબલ કોર્પોરેશન એન્ડ ગારમેન્ટ સેન્ટરની પણ રચના કરાશે.

(11:44 pm IST)