મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

જીએસટી રિટર્ન નહિ દાખલ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરશે મોદી સરકાર: અઠવાડિયામાં તમામને નોટિસ અને દરોડા

દેશમાં આશરે 1.25 કરોડ જીએસટી રજિસ્ટ્રેશન છે જેમાં 20 ટકા નૉન-ફાઇલર છે એટલે કે તેઓ રિટર્ન ભરતા નથી

નવી દિલ્હી : જીએસટી રિટર્ન ન દાખલ કરનારા વેપારીઓ વિરુદ્ધ મોદી સરકાર મોટી કાર્યવાહી કરવા તૈયારી કરી રહી છે  સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇન્ડાયરેક્ટર ટેક્સેન્સ એન્ડ કસ્ટમ્સ (CIBC) વિભાગ દ્વારા તમામ ઝોનલ કમિશનરોને આદેશ અપાયો છે કે આગામી  અઠવાડિયાની અંદર તમામ એવા વેપારીઓ પર દરોડા પાડવા જેમણે જી.એસ.ટી. રિટ્ન નથી ભર્યા. આવા વેપારીઓને મોટા પાયે નોટિસ પાઠવવામાં આવશે.

               કાર્યવાહીની નોટિસમાં જણાવવામાં આવ્યું છે. કે CGSTની સેક્શન 29 અંતર્ગત રિટર્ન ન ફાઇલ કરનારા વેપારીઓનું જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલર થઈ શકે છે. સરકાર આકરા પગલાં ભરવાની તૈયારી કરી રહી છે. એ તમામ વેપારીઓના જી.એસ.ટી. રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે જેમણે રિટર્ન ફાઇલ કર્યુ. નથી
 અગાઉ સરકારે નિર્દેશ આપ્યા હતા કે જે લોકોએ બે કે તેથી વધારે વાર રિટર્ન નથી ભર્યા તેમના ઈ-વે બીલ જનરેટ થવાનું બંધ થઈ જશે. એટલે એક તો વેપારીના ઈ-વે બીલ બંધ થશે અને બીજું તેમના રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે.
                 ઇનડાયરેક્ટ ટેક્સ વિભાગે જણાવ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા 25 નવેમ્બર સુધીમાં સમાપ્ત કરી દેવી. એટલે કે 25 નવેમ્બર સુધીમાં મોટા પાયે ટેક્સની નોટિસ આવશે. આ દરમિયાન મોટા પાયે રજિસ્ટ્રેશન કેન્સલ થશે.
હાલમાં દેશમાં આશરે 1.25 કરોડ જીએસટી રજિસ્ટ્રેશન છે જેમાં 20 ટકા  એવા છે જે નૉન-ફાઇલર છે એટલે કે તેઓ રિટર્ન ભરતા નથી.

(12:00 am IST)