મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા માલિબુ હિન્દુ ટેમ્પલમાં દશેરા તથા દિવાળી ઉત્સવ ઉજવાયાઃ હજારો ભાવિકાએ સરસ્વતી, પાર્વતી, લક્ષ્મીદેવી, શિવજી, સહિત દેવી દેવતાઓની સ્તુતિ કરી

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયામાં આવેલા માલિબુ હિન્દુ ટેમ્પલમાં તાજેતરમાં ઓકટો.માસમાં દશેરા તથા દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો. જેમાં હજારો ભકતો જોડાયા હતા.  જે  અંતર્ગત સરસ્વતી, પાર્વતી, લક્ષ્મીદેવી, શિવજી, કાર્તિકેય, સહિતના દેવી દેવતાઆની સ્તુતિ કરાઇ હતી.

આ તકે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે તેમના સત્ય તથા અહિંસાના વિચારો વિષયક પણ ઉદબોધન કરાયુ હતું. ઉપરાંત મંદિર આસપાસના વિસ્તારોની આગ બુઝાવવા માટે શહીદ થયેલા ફાયર ફાઇટર્સને પણ શ્રધ્ધાંજલી અપાઇ હતી.

(7:54 pm IST)