મુખ્ય સમાચાર
News of Monday, 19th November 2018

મોદી રાજમાં ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી કરતા પણ ખરાબ હાલત:પૂર્વ કેન્દ્રીયમંત્રી અરુણ શૌરીનો આરોપ

તમામ વિરોધ પક્ષો એક મંચ પર આવીને ભાજપનાં દરેક ઉમેદવાર સામે એક ઉમેદવાર ઉભો રાખે

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રિય મંત્રી અરુણ શૌરીએ આરોપ લગાવ્યો છે કે,પૂર્વ વડાપ્રધાન ઇન્દિર ગાંધીનાં ઇમરજન્સી સમય કરતા પણ હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનાં સમયમાં સ્થિતિ ખરાબ છે. કેમ કે, ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી બાદ દુખ વ્યક્ત કર્યુ હતું.

 

   અરુણ શૌરીએ કહ્યુ કે, આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદીનાં વિજય રથને રોકવો હોય તો, દેશના તમામ વિરોધ પક્ષો એક મંચ પર આવે અને ભાજપનાં દરેક ઉમેદવાર સામે વિપક્ષો એક ઉમેદવાર ઉભો રાખે.
   પૂર્વ કેન્દ્રિય મંત્રી અને હવે વડાપ્રધાન મોદીના આલોચક અરુણ શૌરીએ વધુમાં ઉમેર્યુ કે, 1975માં જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશ પર ઇમરજન્સી લાદી ત્યારે એક મજબુત અને નક્કી થયેલો વિપક્ષ હતો પણ વર્તમાન સમયમાં,ઘણા બધા વિપક્ષો છે.જો હું, ઇન્દિરા ગાંધી અને મોદી વચ્ચે તફાવતની વાત કરુ તો, એમ કહી શકાય કે, ઇન્દિરા ગાંધીને ઇમરજન્સી લાદ્યા પછીનાં સમયમાં તેમને તેમના આ પગલા પાછળ ઘણું દુખ થયું હતું.”
  અરુણ શૌરીએ મુંબઇમાં ટાટા લિટરેચર ફેસ્ટિવલમાં લેક્ચર આપતી વખતે આ વાત કહી હતી.

   તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીમાં કોઇ પશ્ચાતાપ નથી.મને એવું લાગે છે કે, ઇન્દિરા ગાંધીએ 1.75 લાખ લોકોને જેલમાં ધકેલ્યા હતા પણ તેમણે એક આંકડો બાંધ્યો હતો પણ હાલમાં આની કોઇ લિમીટ નથી. કોઇ આંકડો નથી.ઇમરજન્સી 19 મહિના ચાલી હતી.પણ હાલમાં મોદી સરકાર દ્વારા દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે,તેને ખતમ કરવામાં આવી રહી છે.એટલે મોદીનાં રાજમાં, ઇન્દિરા ગાંધીના ઇમરજન્સી સમય કરતા પણ વધારે હાલત ખરાબ છે.’
  અરુણ શૌરીએ ઉમેર્યુ કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ  મોદીની લોકપ્રિયતા ટોચ પર હતી.આમ છતાં, તેમને 31 ટકા મતો જ મળ્યા હતા. જો આગામી લોકસભામાં તમામ વિપક્ષો એકઠા થાય, તો તેમને 69 ટકા મતો મળે”.

(12:50 pm IST)