ન્યુજર્સીમાં૧૬ વર્ષના છોકરાએ ૬૧ વર્ષની ભારતીય મૂળની વ્યકિતની ગોળી મારીને હત્યા કરી
ન્યુ જર્સી તા ૧૯ : અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં૧૬ વર્ષના એક છોકરાએ ભારતીય મૂળના ૬૧ વર્ષની વયના સુનીલ એડલાની ગોળી મારીને હત્યા કરી હતી. હત્યારાને અટકાયતમાં લેવામાં આવ્યો છે. જોકે હત્યાનું કારણ જાણી શકાયું નથી.
૩૦ વર્ષથી એટલાન્ટિક કાઉન્ટીમાં રહેતા સુની એડલા એટલાન્ટિક સિટીની હોસ્પિટાલીટી-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. ભારતમાં તેલગણના મેોકમા ંતેમનું ઘર છે. સુનીલ એડલાના પરિવારજનોએ જણાવ્યા મુજબ ગુરૂવારે તેઓ નાઇટ શિફટ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યારાએ તેમને અત્યંત નજીકથી ગોળી મારી હતી.તેમની મમ્મીનો ૯૫ મો જન્મદિવસ મનાવવા સુનીલ ૨૭ નવેમ્બરે ભારત આવવાના હતા, પરંતુ એ પહેલાં જ આ ઘટના બની હતી.પોલીસે સુનીલ એડલાના હત્યારા પર હત્યા, કારની લૂંટ અને ગેરકાયદે હેન્ડગન રાખવાનો આરોપ મૂકયો છે.