News of Monday, 19th November 2018
ઉત્તરાખંડમાં ખાનગી બસ ખાઈમાં ખાબકતા 11 લોકોના મોત :13 ઘાયલ
ઉત્તરકાશીથી વિકાસનગરજતી બસ દામટા નજીક કાબુ ગુમાવતા ખીણમાં ખાબકી
ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક ખાનગી કંપનીની બસ મોટી દુર્ઘટના નડી છે ઉત્તરકાશીથી વિકાસનગર જતી બસ ડામટા નજીક અનિયંત્રિત થઇને ખાઇમાં ખાબકી હતી, જેના કારણે ઘટના પર જ 11 યાત્રીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 યાત્રીઓ ઘાયલ થયા હતા. બસ ખાઇમાં ખાબક્યા બાદ આસપાસનાં લોકોએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરવામાં આવ્યું. બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ત્યારે પહેલા ખાઇમાં ત્યાર બાદ યમુનામાં ખાબકી હતી. જેના કારણે તમામ મૃતકોને તથા ઘાયલોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. તમામ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ડામટા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
(12:00 am IST)