News of Monday, 19th October 2020
ર૦ વર્ષ પહેલા ન્યુઝીલેન્ડ ગયેલ હિમાચલના ગૌરવ શર્મા ત્યાંના સાંસદ ચૂંટાયા
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મુળ નિવાસી ગૌરવ શર્મા ન્યુઝીલેન્ડમાં સાંસદ ચૂંટાયા છે. ગૌરવએ પ્રધામંત્રી જેસિંગ અર્ડર્નની લેબર પાર્ટીની ટિકીટ પર હેમિલટન વેસ્ટ સીટ પર પોતાના હરીફને ૪૪રપ મતના અંતરથી હરાવ્યા છે લગભગ ર૦ વર્ષ પહેલા ન્યુઝીલેન્ડ ગયેલ ગૌરવએ મેડિસિન અને સર્જરીમાં સ્નાતક કર્યુ છે. અને જનરલ પ્રેકટીશ્નર તરીકે કાર્યરત છે.
(10:13 pm IST)