News of Saturday, 19th October 2019
મહારાષ્ટ્રના બીડમાં પ્રચાર દરમિયાન પંકજા મુંડેની તબિયત લથડી: સ્ટેજ પર ઢળી પડ્યા
મુંબઈ : મહારાષ્ટ્રના બીડમાં પ્રચાર દરમિયાન પંકજા મુંડેની તબિયત લથડી હતી. આ દરમિયાન પંકજા મુંડે સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જે બાદ તેમને તુરંત સારવાર માટે ખસેડ્યા હતા. જો કે મળતા સમાચાર પ્રમાણે હાલ પંકજા મુંડેની તબિયત સારી જાણવા મળી છે. ગોપીનાથ મુંડેના દિકરી અને ગ્રામીણ વિકાસ મંત્રી પંકજા મુંડે પરલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ હતી.
(12:19 am IST)