મુખ્ય સમાચાર
News of Saturday, 19th October 2019

સરકારની મદદથી ગામડાંમાં પણ અમૂલ કાફે ખુલશે

સીએસસી-અમૂલ વચ્ચે કરારઃ ગુજરાતનાં ગામમાં સૌ પહેલા ૧૦૦ કાફે ખુલશે

નવી દિલ્હી,તા.૧૯:શહેરોની પેટર્ન પર હવે ગામડાંમાં  પણ હવે આઇસ્ક્રીમ સહિત તમામ ડેરી પ્રોડકટ્સ ઉપલબ્ધ બનશે. આ અંગે કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અને ગુજરાત સ્થિત અમૂલ વચ્ચે એક કરાર થયો છે. આ કરાર હેઠળ કોઇ પણ કોમન સર્વિસ સેન્ટર ચલાવનાર ગ્રામીણ સ્તરીય ઉદ્યોગ સાહસિક (વીએલઇ) અમૂલ કાફે ખોલી શકશે.

કાફે ખોલવા માટે અમૂલ દ્વારા વીએલઇને સમગ્ર સહાયતા પુરી પાડવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર ગામોમાં સરકારી સેવાઓ ડિજિટલ મોડ દ્વારા ઉપલબ્ધ કરાવવા મદદ કરે છે. દેશમાં ૩.૫ લાખ સીએસસી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ તમામ સીએસસી પર અમૂલના આઉટલેટસ ખોલી શકશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં ૧૦૦ અમૂલ કાફે ખોલવામાં આવશે અને ત્યાર બાદ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ અમૂલ કાફે ખુલી જશે. સીએસસી ઇ-ગવર્નન્સના સીઇઓ દિનેશ ત્યાગીના જણાવ્યા અનુસાર અમૂલ સાથે આ પ્રકારના કાફે ખોલવા કરાર થયો છે.

(3:35 pm IST)