મુખ્ય સમાચાર
News of Saturday, 19th October 2019

કલ્કી ભગવાનને ત્યાંથી ૪૦૯ કરોડની કડકડતી નોટોનો ઢગલો મળ્યો

મુળ નામ વિજય નાયડુ છે અને એલઆઈસીમાં કલાર્ક હતો : નોકરી છોડી ધર્મને ધંધો બનાવ્યો

નવી દિલ્હી : રાજીવ ચોપ્રાએ ટ્વીટર હેન્ડલ ઉપર સનસનાટી મચાવતા લખ્યુ છે કે આવકવેરા ખાતાએ ધર્મગુરૂ કલ્કી ભગવાન સ્થાપિત આશ્રમો, ગ્રુપની સંસ્થાઓ ઉપર દરોડા પાડી (૫૦૦ કરોડથી વધુ બિનહિસાબી સંપતિ કબ્જે લીધી છે) ૪૦૯ કરોડ રોકડા કબ્જે લીધા છે.

કલ્કી ભગવાન તરીકે પ્રસિદ્ધ વિજયકુમાર નાયડુ ભારતીય જીવન વિમા નિગમના કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમણે નોકરી છોડીને રાજુપેટા ખાતે વૈકલ્પિક શિક્ષણ આપતી એક શિક્ષણ સંસ્થા શરૂ કરી તી. પરંતુ તેમને આ સાહસ સફળ ન થતા દેવુ થઈ જતાં ૧૯૮૯માં તેઓ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા પછી અચાનક તેઓ ચિત્તુર જિલ્લામાં કલ્કી ભગવાન નામ ધારણ કરીને બહાર આવ્યા હતા. તેઓ દાવ કરી રહ્યા છે કે તે પોતે ભગવાન વિષ્ણુનો ૧૦મો અવતાર કલ્કી છે. તેઓ પોતાની પત્નિને લક્ષ્મીનો અવતાર ગણાવે છે. કલ્કી ભગવાનના તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સંખ્યાબંધ આશ્રમ આવેલા છે.

આ ગ્રુપ રીઅર એસ્ટેટ, કન્સ્ટ્રકશન, સ્પોટ્ર્સ વગેરે સેકટરમાં ભારત તથા વિદેશમાં કામગીરી કરતુ હતું. ટ્રસ્ટો અને કંપનીઓ સાથે મળીને આખુ વર્ષ ફીલોસોફી પર વેલનેસ કોર્ષ અને ટ્રેનીંગ પ્રોગ્રામ ચલાવતા હતા. આ કોર્ષમાં ભાગ લેવા ભારત અને વિદેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હતા. જેના કારણે ગ્રુપને મોટા પ્રમાણમાં વિદેશી ચલણમાં આવક થતી હતી. ગ્રુપ દ્વારા આ આવકને સંતાડીને આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં બેનામી સંપતિઓ ખરીદવામાં આવતી હતી અને વિદેશોમાં મુડીરોકાણ કરાતુ હતું.

આવકવેરા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે કલ્કિ ભગવાન અને તેમના પુત્ર ક્રિષ્નાણી માલિકીના આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં આવેલા ૪૦ ઠેકાણા પર આવકવેરા વિભાગ દ્વારા બુધવારે દરોડા પાડ્યા હતા. આંધ્રપ્રદેશ અને તામિલનાડુની સરહદ પર આવેલા ચિત્તુર, ચેન્નઈ, હૈદ્રાબાદ, બેંગ્લુરૂમાં આવેલા વિવિધ સ્થળો ખાતે આવેકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

(1:06 pm IST)